Maharashtra

ઓટીટી પ્લેટફોર્મ્સ પર દિગ્ગજ પ્રોડ્યુસર્સ આવતા થિયેટર્સનું શું થશે હવે…

મુંબઈ
ઓટીટી પ્લેટફોર્મ્સના પ્રારંભિક તબક્કામાં મોટા ભાગનો મદાર વેબ સિરિઝ પર હતો અને ઓછા ખર્ચમાં કન્ટેન્ટ આપવા માટે નવા-સવા પ્રોડક્શન હાઉસ તત્પર હતા. કોરોના દરમિયાન કેટલીક ફિલ્મો ઓટીટી પર સ્ટ્રીમ થઈ ત્યારે તેને ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે જાેખમી ટ્રેન્ડ સમજવામાં આવ્યો હતો. કારણ કે, તેનાથી ફિલ્મોની ઈનકમ અને થીયેટર બંનેને અસર પડતી હતી. જાે કે હવે સમયના બદલાતાં વહેણની સાથે પ્રોડક્શન હાઉસીસના વિશ લિસ્ટમાં ઓટીટીનો ઓપ્શન જગ્યા લઈ રહ્યો છે. ઓટીટી પ્લેટફોર્મ સાથે એક્સક્લુઝિવ કન્ટેન્ટ ડીલથી માંડીને નવી ફિલ્મોની રિલિઝ થકી પ્રોડક્શન હાઉસીઝની ઈનકમ વધી રહી છે અને તેના કારણે બોક્સઓફિસ (થીયેટર) પરની ર્નિભરતા ઓછી થઈ રહી છે. ઓડિયન્સ પણ થીયેટરમાં ફિલ્મ જાેવાના બદલે એક-બે મહિના રાહ જાેવાનું વિચારી રહ્યું છે. એકંદરે, થીયેટરના મજબૂત હરિફ તરીકે ઘરમાં મૂકેલું ટીવી એટલે કે ઓટીટી ઊભરી રહ્યું છે. એમેઝોન પ્રાઈમ અને નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઈનમેન્ટ વચ્ચે મલ્ટિ ફિલ્મ લાઈસન્સિંગના કરાર થયા છે. જેના અંતર્ગત નડિયાદવાલાની ફિલ્મોની થીયેટર રિલિઝ બાદ તેને વર્લ્‌ડવાઈડ સ્ટ્રીમિંગના રાઈટ્‌સ એમેઝોનને મળશે. આ ફિલ્મોમાં વરુણ ધવન જ્હાન્વી કપૂરની સનકી, ટાઈગરની બાગી ૪ અને બવાલનો સમાવેશ થાય છે. નડિયાદવાલાએ આ અંગે વાત કરતાં સ્વીકાર્યુ હતું કે, તેઓ ૭૦ વર્ષથી ફિલ્મો બનાવી રહ્યા છે અને આજે એન્ટરટેઈનમેન્ટ ક્ષેત્રે નવા યુગનો આરંભ થઈ ચૂક્યો છે. જેમાં એન્ટરટેઈનમેન્ટ માટે ઓટીટી અનિવાર્ય અંગ બન્યું છે. નડિયાદવાલાએ પ્રથમ વખત વર્લ્‌ડ વાઈડ એક્સક્લુઝિવ, મલ્ટિ ફિલ્મ, મલ્ટિ યર ડીલ કરી છે. એપ્રિલ મહિનામાં એમેઝોન પ્રાઈમે યશરાજ ફિલ્મ્સ, ધર્મા પ્રોડક્શન્સ, એક્સેલ મીડિયા એન્ટરટેઈનમેન્ટ, અજય દેવગણ ફિલ્મ્સ સાથે લાઈસન્સિંગ એસોસિએશનની જાહેરાત કરી હતી. જેમાં પ્રોડક્શન બેનરની ફિલ્મોને રિલિઝ બાદ ઓટીટી પર દર્શાવી શકાશે. કરણ જાેહરે ડિજિટલ કન્ટેન્ટ માટે ધર્મેટિક સ્ટુડિયો બનાવ્યો હતો અને નેટફ્લિક્સ સાથે એક્સક્લુઝિવ એગ્રીમેન્ટ કર્યા હતા. જાે કે બે વર્ષમાં આ કરાર તૂટી ગયા અને કરણે બાદમાં એમેઝોન પ્રાઈમ સાથે એસોસિએશન કર્યું. આલિયા ભટ્ટે પ્રોડ્યુસર તરીકે પહેલી ફિલ્મ ડાર્લિંગ્સ બનાવી છે. તેણે ફિલ્મને થીયેટરમાં રિલિઝ કરવાના બદલે ઓટીટી પ્લેટફોર્મ સાથે ડીલ કરી લીધી છે અને હવે ડાર્લિંગ્સ માત્ર નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. આદિત્ય બિરલા જૂથના એપ્લોઝ એન્ટરટેઈનમેન્ટે સોની લીવ સાથે સ્કેમ ૨૦૦૩ માટે કરાર કર્યા છે, જે સ્કેમ-૧૯૯૨ની સીક્વલ છે. ઝોયા અખ્તરની ફિલ્મ ધ આર્ચીઝ ઓટીટી પર જ રિલિઝ થવાની છે. તેમાં ઝોયાએ સ્ટારકિડ્‌સને લોન્ચ કર્યાં છે. ઓટીટી પર પોપ્યુલર થયેલી વેબ સિરિઝના સંખ્યાબંધ દાખલા છે અને તેના કારણે જ મોટા પડદાના સ્ટાર્સ નાની સ્ક્રિન પર ચમકવા તૈયાર થઈ રહ્યા છે. ઓટીટી અને થીયેટર માટેના કન્ટેન્ટની પ્રાથમિકતા અલગ-અલગ હોય છે અને પ્રોડક્શન શરૂ થતાં પહેલાં જ આ બાબતે ક્લેરિટી હોય છે. જેને જાેતાં એન્ટરટેઈનમેન્ટ બાબતે થીયેટરના પૂરક પરિબળ તરીકે ઓટીટી કામ કરી શકે છે. આમ છતાં, ફિલ્મ મેકર્સની પ્રાયોરિટીમાં ઓટીટીનો સમાવેશ સૂચવે છે કે, થીયેટર જેટલી જ ગંભીરતાથી તેને લેવામાં આવે છે. કોરોના પેન્ડેમિક દરમિયાન થીયેટર્સને તાળા વાગેલા હતા, પરંતુ ઓડિયન્સ પાસે ભરપૂર સમય હતો. ઘરે બેઠાં એન્ટરટેઈનમેન્ટ પૂરું પાડવાની જવાબદારી ઓટીટી પ્લેટફોર્મ્સે ઉપાડી હતી. જાે કે મોટાભાગના પ્રોડક્શન હાઉસે પોતાની ફિલ્મને ઓટીટી પર સ્ટ્રીમ કરવાના બદલે થીયેટર રી-ઓપન થવા સુધી રાહ જાેવાનું બહેતર માન્યુ હતું. ઓટીટીથી અંતર જાળવી રાખવાનો અને બોક્સઓફિસને જ લાડ લડાવવાનો ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો આગ્રહ ધીમે-ધીમે મંદ પડી રહ્યો છે. જેના કારણે કરણ જાેહર અને સાજિદ નડિયાદવાલા જેવા દિગ્ગજ પ્રોડ્યુસર્સથી માંડીને પ્રોડક્શન ક્ષેત્રે પગરણ માંડી રહેલા આલિયા જેવા નવોદિતો પણ ઓટીટી પ્લેટફોર્મને કન્ટેન્ટ પૂરું પાડવા લાઈન લગાવીને બેઠાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *