Maharashtra

કરિના તથા કરન જાેહર બંને સાથે મળીને આમિરની મજાક ઉડાવે છે

મુંબઈ
કરણ જાેહરના મોસ્ટ પોપ્યુલર ચેટ શો કોફી વિથ કરનના અપકમિંગ એપિસોડમાં ઘણી ધમાલ થવાની છે. કરન જાેહરના કોફી કાઉચ પર આ વખતે કરિના કપૂર ખાન અને આમિર ખાન પોતાના ખાસ અંદાજથી શોને એન્ટરટેઈન કરશે. શોમાં આ વખતે કરણ અને કરિના પોતાની સેક્સ લાઈફ વિશે ચર્ચા કરતા જાેવા મળશે. પ્રોમોમાં કરિના તથા કરન બંને સાથે મળીને આમિરની મજાક ઉડાવે છે. આમિરે પણ કરન જાેહરને ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હતો. ચેટ શોમાં કરન જાેહરે કરીનાને સવાલ કર્યો હતો કે બે બાળકો બાદ ક્વૉલિટી સેક્સ મિથ છે કે સત્ય? આ સાંભળીને કરિના કહે છે કે તેના પણ બે બાળકો છે તો તેને આ વાત સારી રીતે ખબર હશે. આ સાંભળીને કરન ચમકી જાય છે અને કહે છે કે તેની માતા આ શો જુએ છે અને તેથી જ તે આ અંગે વાત કરી શકે તેમ નથી. આ સાંભળીને આમિરે કરનને ટ્રોલ કર્યો હતો. આમિરે તરત જ કહ્યું હતું કે જ્યારે તું બીજાની સેક્સ લાઇફ અંગે સવાલ કરે તો તારી મમ્મીને કોઈ વાંધો આવતો નથી? કેવો સવાલ પૂછે છે? આમિર પછી કરિનાને સવાલ કરે છે કે તેની કઈ વાત તેને ગમતી નથી. જવાબમાં કરિનાએ કહ્યું હતું કે આમિર તેની ફિલ્મનું શૂટિંગ પૂરું કરવામાં ૧૦૦-૨૦૦ દિવસ લગાવે છે અને અક્ષય કુમાર માત્ર ૩૦ દિવસમાં જ પૂરું કરી નાખે છે. આ સાંભળીને આમિર આશ્ચર્યચકિત થઈ જાય છે. કરિનાને આમિરની ફેશન સેન્સને રેટિંગ આપવાનું કહેવામાં આવ્યું હતું. કરીના માઇન્સમાં રેટિંગ આપે છે. પ્રોમોમાં આમિર પ્રોડ્યૂસર-ડિરેક્ટર કરન જાેહરને કહે છે, ‘તમે જ્યારે પણ શો કરો છો ત્યારે કોઈને કોઈનું અપમાન થાય છે, કોઈને કોઈ રડે છે. બધાના તો આ જ કપડાં ઉતારે છે.’ શોમાં આમિર વારંવાર કરિના-કરન પર અપમાન કરવાનો આરોપ મૂકે છે. આમિર તથા કરીના ‘કૉફી વિથ કરન’માં ચાર ઓગસ્ટના રોજ જાેવા મળશે. ‘લાલ સિંહ ચઢ્ઢા’ ૧૧ ઓગસ્ટે રિલીઝ થશે. આ જ દિવસે અક્ષય કુમારની ‘રક્ષાબંધન’ પણ રિલીઝ થવાની છે.

File-01-Page-22.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *