મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 2,39,332 સોદાઓમાં કુલ રૂ.19,865.23 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ. 9993.51 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 9835.78 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 82,546 સોદાઓમાં કુલ રૂ.5,502.85 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.52,247ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.52,568 અને નીચામાં રૂ.52,247 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.372 વધી રૂ.52,545ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની નવેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.77 ઘટી રૂ.42,092 અને ગોલ્ડ-પેટલ નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.13 વધી રૂ.5,214ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.52,237ના ભાવે ખૂલી, રૂ.331 વધી રૂ.52,479ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.61,200ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,560 અને નીચામાં રૂ.61,165 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 507 વધી રૂ.61,398 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ. 290 વધી રૂ.61,592 અને ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.417 વધી રૂ.61,642 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 11,971 સોદાઓમાં રૂ.1,832.19 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ નવેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.1.15 વધી રૂ.205.85 અને જસત નવેમ્બર વાયદો રૂ.1.60 વધી રૂ.264ના ભાવ થયા હતા. આ સામે તાંબુ નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.6.60 વધી રૂ.673.65 તેમ જ સીસું ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.65 વધી રૂ.184ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 34,255 સોદાઓમાં કુલ રૂ.2,610.89 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,369ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,527 અને નીચામાં રૂ.6,369 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.157 વધી રૂ.6,497 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.9.80 વધી રૂ.599.30 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 490 સોદાઓમાં રૂ.47.58 કરોડનાં કામકાજ થયા હતા. કોટન નવેમ્બર વાયદો 1 ગાંસડીદીઠ રૂ.33,000ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.33,400 અને નીચામાં રૂ.32,800 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.370 વધી રૂ.33,160ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ કોઈ ફેરફાર વગર રૂ.950 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2,361.06 કરોડનાં 4,462.457 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.3,141.79 કરોડનાં 500.013 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.1,350.81 કરોડનાં 20,90,000 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.1,260 કરોડનાં 21176250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં રૂ.46.44 કરોડનાં 14650 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.1.14 કરોડનાં 11.88 ટનના વેપાર થયા હતા.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 18,339.907 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 720.878 ટન, ક્રૂડ તેલમાં 1621300 બેરલ અને નેચરલ ગેસમાં 8087500 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 82150 ગાંસડી, મેન્થા તેલમાં 448.2 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.35.94 કરોડનાં 492 લોટ્સ ના વેપાર થયા હતા. બુલડેક્સ ડિસેમ્બર વાયદો 14,580ના સ્તરે ખૂલી, 74 પોઈન્ટ વધી 14,616ના સ્તરે હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.9,835.78 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.515.89 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.69.01 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.8,101.46 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,147.17 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 338.02 કરોડનું થયું હતું. સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ ડિસેમ્બર રૂ.6,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.270 ખૂલી, ઊપરમાં રૂ.325.90 અને નીચામાં રૂ.266.10 રહી, અંતે રૂ.63.20 વધી રૂ.312.40 થયો હતો. જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર રૂ.600ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.67 ખૂલી, ઊપરમાં રૂ.68.40 અને નીચામાં રૂ.63 રહી, અંતે રૂ.3.65 વધી રૂ.66.85 થયો હતો. સોનું જાન્યુઆરી રૂ.55,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.158.50 ખૂલી, ઊપરમાં રૂ.200 અને નીચામાં રૂ.152 રહી, અંતે રૂ.49 વધી રૂ.190.50 થયો હતો. ચાંદી ફેબ્રુઆરી રૂ.65,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,584 ખૂલી, ઊપરમાં રૂ.1,797 અને નીચામાં રૂ.1,584 રહી, અંતે રૂ.220 વધી રૂ.1,750 થયો હતો. સોનું-મિની ડિસેમ્બર રૂ.53,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.491 ખૂલી, ઊપરમાં રૂ.540 અને નીચામાં રૂ.471 રહી, અંતે રૂ.71.50 વધી રૂ.538.50 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ ડિસેમ્બર રૂ.6,400ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.323.10 ખૂલી, ઊપરમાં રૂ.331.90 અને નીચામાં રૂ.241.80 રહી, અંતે રૂ.80.90 ઘટી રૂ.262.10 થયો હતો. જ્યારે સોનું જાન્યુઆરી રૂ.52,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.522.50 ખૂલી, ઊપરમાં રૂ.522.50 અને નીચામાં રૂ.418 રહી, અંતે રૂ.88 ઘટી રૂ.439.50 થયો હતો. નેચરલ ગેસ ડિસેમ્બર રૂ.600ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.69.15 ખૂલી, ઊપરમાં રૂ.72.65 અને નીચામાં રૂ.66.40 રહી, અંતે રૂ.6.35 ઘટી રૂ.67.60 થયો હતો. સોનું-મિની ડિસેમ્બર રૂ.50,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.49 ખૂલી, ઊપરમાં રૂ.74 અને નીચામાં રૂ.49 રહી, અંતે રૂ.6.50 વધી રૂ.69 થયો હતો. ચાંદીફેબ્રુઆરી રૂ.60,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,370 ખૂલી, ઊપરમાં રૂ.1,376 અને નીચામાં રૂ.1,272.50 રહી, અંતે રૂ.122.50 ઘટી રૂ.1,332 થયો હતો.
