Maharashtra

કોટનનો વાયદો ગાંસડીદીઠ રૂ.1,460 વધ્યોઃ મેન્થા તેલમાં નરમાઈઃ સપ્તાહ દરમિયાન કોમોડિટી વાયદાઓમાં રૂ.125565 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.141362 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.473 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 28 ઓક્ટોબરથી 3 નવેમ્બરના સપ્તાહ દરમિયાન 3,374,741 સોદાઓમાં કુલ રૂ.267,399.55 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.125564.94 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.141361.67 કરોડનો હતો.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન 1,218,745 સોદાઓમાં કુલ રૂ.64,149.17 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.50,765ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.50,833 અને નીચામાં રૂ.50,000 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.553 ઘટી રૂ.50,184ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની નવેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.257 ઘટી રૂ.40,182 અને ગોલ્ડ-પેટલ નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.46 ઘટી રૂ.4,997ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની નવેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.50,458ના ભાવે ખૂલી, રૂ.574 ઘટી રૂ.49,876ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.58,389ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.59,589 અને નીચામાં રૂ.57,049 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.48 વધી રૂ.58,326 ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.87 વધી રૂ.58,737 અને ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.63 વધી રૂ.58,765 બંધ થયો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન એમસીએક્સ ખાતે 126,180 સોદાઓમાં રૂ.18,688.57 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ નવેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.0.35 ઘટી રૂ.200.85 અને જસત નવેમ્બર વાયદો રૂ.16.95 ઘટી રૂ.254ના ભાવ થયા હતા. આ સામે તાંબુ નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.11.15 ઘટી રૂ.653 તેમ જ સીસું નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.40 વધી રૂ.180ના ભાવ થયા હતા.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન 551,620 સોદાઓમાં કુલ રૂ.42,324.60 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ નવેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે રૂ.7,263ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.7,476 અને નીચામાં રૂ.7,084 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે 1 બેરલદીઠ રૂ.21 ઘટી રૂ.7,341 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ નવેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.17.60 વધી રૂ.502.20 બંધ થયો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન એમસીએક્સ ખાતે 4,390 સોદાઓમાં રૂ.402.60 કરોડનાં કામકાજ થયા હતા. કોટન નવેમ્બર વાયદો 1 ગાંસડીદીઠ રૂ.29,500ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.31,280 અને નીચામાં રૂ.28,500 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,460 વધી રૂ.30,990ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.5.80 ઘટી રૂ.982.10 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.24,609.85 કરોડનાં 48,815.388 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.39,539.32 કરોડનાં 6,759.946 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.13,370.70 કરોડનાં 18,349,500 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.28,954 કરોડનાં 576215000 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં રૂ.377.88 કરોડનાં 126825 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.24.72 કરોડનાં 250.2 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 17,540.741 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 839.394 ટન, ક્રૂડ તેલમાં 504200 બેરલ અને નેચરલ ગેસમાં 7741250 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 65900 ગાંસડી, મેન્થા તેલમાં 495.72 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન બુલડેક્સ વાયદામાં રૂ.472.94 કરોડનાં 6,765 લોટ્સ ના વેપાર થયા હતા. બુલડેક્સ નવેમ્બર વાયદો 14,070ના સ્તરે ખૂલી, 108 પોઈન્ટ ઘટી 13,940ના સ્તરે હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.141,361.67 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.6,422.76 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.3,233.68 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.104,491.49 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.27,209.96 કરોડનાં કામકાજ થયાં હતાં.

 

 

એમસીએક્સના વાયદા કોન્ટ્રેક્ટ્સની સાપ્તાહિક વધઘટ
એમસીએક્સ કોન્ટ્રેક્ટ પાકતી તારીખ ખૂલી (રૂ.) વધી (રૂ.) ઘટી (રૂ.) બંધ (રૂ.) વધઘટ (રૂ.)
બુલડેક્સ  24-11-22 14070 14132 13840 13940 -108
ગોલ્ડ-ગિની  30-11-22 40420 40540 40055 40182 -257
ગોલ્ડ-પેટલ  30-11-22 5046 5049 4985 4997 -46
સોનું  05-12-22 50765 50833 50000 50184 -553
સોનું-મિની  04-11-22 50458 50740 49815 49876 -574
ચાંદી  05-12-22 58389 59589 57049 58326 48
ચાંદી-માઈક્રો  30-11-22 58698 59982 57627 58765 63
ચાંદી-મિની  30-11-22 58700 59932 57550 58737 87
એલ્યુમિનિયમ  30-11-22 199.6 202 194.2 200.85 -0.35
જસત  30-11-22 269 269 248.3 253.55 -16.95
તાંબુ  30-11-22 659.9 663.75 644.1 653 -11.15
નિકલ  30-11-22 1830 1940 1830 1940 43
સીસું  30-11-22 179.05 182.15 177.3 179.65 0.4
ક્રૂડ તેલ  18-11-22 7263 7476 7084 7341 -21
નેચરલ ગેસ  25-11-22 479.9 531.3 460.6 502.2 17.6
કોટન  30-11-22 29500 31280 28500 30990 1460
મેન્થા તેલ  30-11-22 988.7 992 979.2 982.1 -5.8

 

 

સપ્તાહના ટોપ-10 વધનાર વાયદા કોન્ટ્રેક્ટ્સ
એમસીએક્સ કોન્ટ્રેક્ટ પાકતી તારીખ ભાવનું એકમ બંધ (રૂ.) આગલો બંધ (રૂ.) વધઘટ (રૂ.) ફેરફાર (%)
કોટન  30-12-22 1 ગાંસડી 29930 28270 1660 5.87
કોટન  30-11-22 1 ગાંસડી 30990 29530 1460 4.94
નેચરલ ગેસ  27-12-22 1 એમએમબીટીયૂ 533.2 508.4 24.8 4.88
નેચરલ ગેસ  25-01-23 1 એમએમબીટીયૂ 518.1 495.2 22.9 4.62
નેચરલ ગેસ  25-11-22 1 એમએમબીટીયૂ 502.2 484.6 17.6 3.63
ગોલ્ડ-ગિની  28-02-23 8 ગ્રામ 41846 40628 1218 3
નિકલ  30-11-22 1 કિલો 1940 1897 43 2.27
સીસું  30-12-22 1 કિલો 179.3 178.8 0.5 0.28
સીસું  30-11-22 1 કિલો 179.65 179.25 0.4 0.22
સોનું  05-04-23 10 ગ્રામ 50879 50804 75 0.15

 

 

સપ્તાહના ટોપ-10 ઘટનાર વાયદા કોન્ટ્રેક્ટ્સ
એમસીએક્સ કોન્ટ્રેક્ટ પાકતી તારીખ ભાવનું એકમ બંધ (રૂ.) આગલો બંધ (રૂ.) વધઘટ (રૂ.) ફેરફાર (%)
જસત  30-11-22 1 કિલો 253.55 270.5 -16.95 -6.27
જસત  30-12-22 1 કિલો 254.85 271.9 -17.05 -6.27
મેન્થા તેલ  31-01-23 1 કિલો 1005.6 1027 -21.4 -2.08
તાંબુ  30-12-22 1 કિલો 657.4 668.8 -11.4 -1.7
તાંબુ  30-11-22 1 કિલો 653 664.15 -11.15 -1.68
ચાંદી  05-05-23 1 કિલો 59479 60263 -784 -1.3
સોનું-મિની  04-11-22 10 ગ્રામ 49876 50450 -574 -1.14
સોનું  05-12-22 10 ગ્રામ 50184 50737 -553 -1.09
સોનું  03-02-23 10 ગ્રામ 50484 50998 -514 -1.01
સોનું-મિની  05-12-22 10 ગ્રામ 50225 50735 -510 -1.01

 

 

સપ્તાહના ટોપ-10 ટ્રેડેડ કોમોડિટી વાયદા
એમસીએક્સ કોન્ટ્રેક્ટ વોલ્યુમનું એકમ સોદા મૂલ્ય (રૂ. કરોડમાં) વોલ્યુમ ઓપન ઈન્ટરેસ્ટ
નેચરલ ગેસ એમએમબીટીયૂ 392303 28953.90 576215000 7741250
ચાંદી કિલો 108043 21987.59 3774660 564060
સોનું કિલો 33580 19999.53 39665 15364
ક્રૂડ તેલ બેરલ 159317 13370.70 18349500 504200
ચાંદી-મિની કિલો 258627 9657.49 1644100 135145
તાંબુ કિલો 49632 9096.08 138942500 13190000
ચાંદી-માઈક્રો કિલો 713876 7894.24 1341186 140189
જસત ટન 35229 5089.77 198555 21455
સોનું-મિની કિલો 69091 4504.26 8940 2054
એલ્યુમિનિયમ ટન 34155 3805.22 191500 26545

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *