Maharashtra

કોટનમાં 32,325 ગાંસડીના વેપાર સાથે વાયદો ગાંસડીએ રૂ.540 ગબડ્યો

 

ક્રૂડ તેલના વાયદામાં રૂ.352નો કડાકોઃ નેચરલ ગેસ પણ ઢીલુઃ સોનામાં રૂ.158ની વૃદ્ધિઃ ચાંદીમાં રૂ.655નો ઘટાડોઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.11796 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.5848 કરોડનું ટર્નઓવર : ઈન્ડેક્સ વાયદાઓમાં રૂ.98 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 2,21,621 સોદાઓમાં કુલ રૂ.17,742.10 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.11795.76 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.5847.96 કરોડનો હતો.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 1,16,632 સોદાઓમાં કુલ રૂ.6,373.31 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.50,691ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.51,022 અને નીચામાં રૂ.50,522ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.158 વધી રૂ.50,918ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.25 વધી રૂ.40,589 અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.2 ઘટી રૂ.5,055ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જુલાઈ વાયદો 10 ગ્રામદીઠ રૂ.50,738ના ભાવે ખૂલી, રૂ.109 વધી રૂ.50,884ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.61,101ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,101 અને નીચામાં રૂ.60,113ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.655 ઘટી રૂ.60,616ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.630 ઘટી રૂ.60,946 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.622 ઘટી રૂ.60,977 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 16,695 સોદાઓમાં રૂ.2,775.01 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ જૂન વાયદો 1 કિલોદીઠ રૂ.2 ઘટી રૂ.214.60 અને જસત જૂન વાયદો રૂ.1.15 ઘટી રૂ.315ના ભાવ થયા હતા. આ સામે તાંબુ જૂન કોન્ટ્રેક્ટ રૂ.11.25 ઘટી રૂ.731.10 તેમ જ સીસું જૂન કોન્ટ્રેક્ટ રૂ.1.20 વધી રૂ.187ના ભાવ થયા હતા.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 28,876 સોદાઓમાં કુલ રૂ.2,479.87 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.8,502ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.8,502 અને નીચામાં રૂ.8,084ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.352 ઘટી રૂ.8,204 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જૂન વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.9.70 ઘટી રૂ.529.10 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 1,437 સોદાઓમાં રૂ.167.57 કરોડનાં કામકાજ થયા હતા. કોટન જૂન વાયદો 1 ગાંસડીદીઠ રૂ.46,500ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.46,570 અને નીચામાં રૂ.45,940ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.540ના કડાકા સાથે રૂ.46,200ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં જૂન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.17.30 ઘટી રૂ.1018.30 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2,573.69 કરોડનાં 5,075.689 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.3,799.62 કરોડનાં 624.435 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.1,487.01 કરોડનાં 18,14,500 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.993 કરોડનાં 18966250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં રૂ.143.80 કરોડનાં 32325 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.23.77 કરોડનાં 228.6 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 17,685.399 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 796.404 ટન, ક્રૂડ તેલમાં 447500 બેરલ અને નેચરલ ગેસમાં 6916250 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 57650 ગાંસડી, મેન્થા તેલમાં 594.36 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.98.38 કરોડનાં 1,373 લોટ્સના વેપાર થયા હતા. બુલડેક્સ જૂન વાયદો 14,352ના સ્તરે ખૂલી, 23 પોઈન્ટ ઘટી 14,385ના સ્તરે હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.5,847.96 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.228.75 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.203.63 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.3,471.04 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,944.54 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ.153.42 કરોડનું થયું હતું.

સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ જુલાઈ રૂ.9,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.230 ખૂલી, ઊપરમાં રૂ.230 અને નીચામાં રૂ.145.90 રહી, અંતે રૂ.96.80 ઘટી રૂ.166.50 થયો હતો. જ્યારે નેચરલ ગેસ જૂન રૂ.530ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.15 ખૂલી, ઊપરમાં રૂ.17 અને નીચામાં રૂ.6.10 રહી, અંતે રૂ.4.25 ઘટી રૂ.14.40 થયો હતો. સોનું જુલાઈ રૂ.52,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.272 ખૂલી, ઊપરમાં રૂ.419 અને નીચામાં રૂ.272 રહી, અંતે રૂ.62 વધી રૂ.401.50 થયો હતો. ચાંદી જૂન રૂ.61,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.200 ખૂલી, ઊપરમાં રૂ.330 અને નીચામાં રૂ.131 રહી, અંતે રૂ.342.50 ઘટી રૂ.283.50 થયો હતો. સોનું-મિની જૂન રૂ.51,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.120 ખૂલી, ઊપરમાં રૂ.198 અને નીચામાં રૂ.100 રહી, અંતે રૂ.6 ઘટી રૂ.158.50 થયો હતો.

આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ જુલાઈ રૂ.8,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.302 ખૂલી, ઊપરમાં રૂ.417 અને નીચામાં રૂ.302 રહી, અંતે રૂ.138 વધી રૂ.366.40 થયો હતો. જ્યારે નેચરલ ગેસ જૂન રૂ.520ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.10.50 ખૂલી, ઊપરમાં રૂ.15.10 અને નીચામાં રૂ.10 રહી, અંતે રૂ.4.75 વધી રૂ.11.05 થયો હતો. ચાંદી જૂન રૂ.60,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.151 ખૂલી, ઊપરમાં રૂ.392 અને નીચામાં રૂ.151 રહી, અંતે રૂ.115.50 વધી રૂ.218.50 થયો હતો. સોનું જુલાઈ રૂ.50,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.482.50 ખૂલી, ઊપરમાં રૂ.522.50 અને નીચામાં રૂ.406 રહી, અંતે રૂ.5.50 વધી રૂ.447.50 થયો હતો. સોનું-મિની જૂન રૂ.50,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.15 ખૂલી, ઊપરમાં રૂ.70 અને નીચામાં રૂ.14.50 રહી, અંતે રૂ.5 વધી રૂ.33 થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *