Maharashtra

કોફી વિથ કરણમાં કરણ જાેહરે સારા અલીને કાર્તિક આર્યન વિશે કહેતા સારા નારાજ થઈ

મુંબઈ
કોફી વિથ કરણની સાતમી સિઝન હાલ ચર્ચામાં છે. સાતમી જૂનથી ઓટીટી પ્લેટફોર્મ પર નવી સિઝનનું સ્ટ્રિમિંગ શરૂ થયું છે. કણ જાેહરે પોતાના શોના પ્રમોશન માટે એક ટ્રેલર બનાવ્યું છે, જેમાં આ શોમાં ભાગ લેનારા સ્ટાર્સની ક્લિપ તૈયાર કરાઈ છે. પ્રમોશન દરમિયાન કરણે સારા અલી ખાન અને કાર્તિકના રિલેશનશિપ બાબતે કોમેન્ટ કરી હતી. કરણે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, આ સોફાએ સારા અલી ખાન અને કાર્તિક આર્યન સહિત ઘણાંની લવ સ્ટોરીને બહાર લાવી લીધી છે. સારા અને કાર્તિક આર્યન હાલ ભેગા નથી, પરંતુ કરણ જાેહરે લવ લાઈફને દુનિયા સામે જાહેર કરી હોવાની બાબત સારા અલી ખાનને પસંદ આવી નથી. સારાની કરિયર માંડ પાટે ચડી રહી છે અને તેને સારી ફિલ્મો પણ મળી રહી છે. આ સંજાેગોમાં સારાની કરિયર અંગે ચર્ચા થવાના બદલે લવ લાઈફ કેન્દ્રમાં આવી જાય તે સારાને પસંદ નથી. આમ, તો સારા અને કરણ વચ્ચે બોન્ડિંગ સારું છે. તેનું કારણ કરીના કપૂર (સારાની સાવકી મા) અને કરણ જાેહર વચ્ચેના સંબંધો છે. કરીનાના કારણે સારા અને કરણ વચ્ચે પણ બોન્ડિંગ છે. વળી, કરણ સામેની આ નારાજગી જાહેર કરવાનું સારાને પોસાય તેમ નથી. એક સમયે કરણ જાેહરના કોફી શોમાં સારા અલી ખાને પણ કાર્તિક આર્યનની ઠેકડી ઊડાવી હતી. સારાએ કાર્તિક વિશે જણાવ્યું હતું કે, તે બધાનો એક્સ જ હોય છે. જાે કે સારાએ આ મજાક ઊડાવી ત્યારે કાર્તિક આર્યનની ફિલ્મ ભૂલ ભુલૈયા ૨ સુપર હિટ થઈ ન હતી. હવે કાર્તિકે ન્યૂ કમરમાંથી સ્ટારનો ટેગ મેળવી લીધો છે.

File-01-Page-31.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *