મુંબઈ
આલિયા ભટ્ટની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ મુંબઈની માફિયા ક્વીન ગંગુબાઈની વાર્તા પર આધારિત છે. આ ફિલ્મ ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. તેમાં આલિયા ભટ્ટ અને અજય દેવગન મુખ્ય ભૂમિકામાં છે. સંજય લીલા ભણસાલી તેનું નિર્દેશન કરી રહ્યા છે. આ સિવાય આલિયા ભટ્ટ ‘બ્રહ્માસ્ત્ર’ અને ‘રોકી અને રાનીની લવસ્ટોરી’માં જાેવા મળશે. એકમાં રણબીર કપૂર સાથે અને બીજીમાં રણવીર સિંહ સાથે. બીજી તરફ, અજય દેવગન ટૂંક સમયમાં જ હોટસ્ટારના શો ‘રુદ્રા’ થી ર્ં્્ પર સીરિઝ ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. તે જ સમયે તેની ફિલ્મ ‘રનવે ૩૪’ પણ એપ્રિલમાં રીલિઝ થાય તેવી શક્યતા છે. આ સાથે જ તેણે ‘દ્રશ્યમ ૨’નું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે.આલિયા ભટ્ટ તેની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. તેનું મોટું કારણ એ છે કે તે આ ફિલ્મમાં મજબૂત ભૂમિકા ભજવતી જાેવા મળશે. આ સાથે તે સંજય લીલા ભણસાલીની ભવ્યતાની લગામ પણ સંભાળી રહી છે. આ ફિલ્મની એક મોટી હાઈપ અજય દેવગણનું પાત્ર ‘કરીમ લાલા’ છે. આ પાત્રના મહત્વને સમજીને, તેના નિર્માતાઓએ એક ગ્લીમ્પ્સ વીડિયો જાહેર કર્યો છે. જેમાં અજય દેવગનનું આ પાત્ર બતાવવામાં આવ્યું છે. આ પાત્રની ઝલકથી ઘણી બાબતો સ્પષ્ટ થઈ ગઈ છે. પહેલું એ કે આ ફિલ્મમાં અજય દેવગન સપોર્ટિંગ રોલમાં છે અને બીજી એ કે તે ગંગુબાઈના ગોડફાધરની ભૂમિકા ભજવવા જઈ રહ્યો છે. આ પાત્ર એક અસહાય લાચાર મહિલાને શહેરની માફિયા રાણી બનવાની પ્રેરણા આપે છે. અજય દેવગનના આ પાત્રને જાેઈને તેના ફેન્સ દીવાના થઈ જશે. અજય દેવગણે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ ૫૦ સેકન્ડની ઝલકનો વીડિયો શેર કર્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું છે કે ઈમાન, ધરમ, ધંધા, આવી રહ્યા છીએ અમે ૬ દિવસમાં ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ૨૫ ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં. ફિલ્મમાં તેની હાજરી મોટી વાત છે. આ ફિલ્મને પણ તેનો ફાયદો મળશે. જાે કે આ ફિલ્મ સંપૂર્ણ રીતે આલિયા ભટ્ટની છે પરંતુ અજય દેવગણનું પાત્ર પણ ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનું છે. નિર્દેશક સંજય લીલા ભણસાલીએ તેને ઘણી સ્પેસ આપી છે. બાકીની વાત તો ફિલ્મ રિલીઝ થયા પછી જ ખબર પડશે.
