મુંબઈ
ભારતીય ટીમનો સ્ટાર ક્રિકેટર યુજવેન્દ્ર ચહલ હાલમાં આઇપીએલમાં રમી રહી છે, અને આઇપીએલમાં પોતાની બૉલિંગથી વિરોધી ટીમને પસ્ત કરી રહ્યો છે, ત્યારે આ બધાની વચ્ચે ચહલની પત્ની ધનાશ્રી વર્માએ પોતાના ફેન્સને પસ્ત કરી દીધા છેતાજેતરમાં જ ધનાશ્રી વર્માએ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટોશૂટ શેર કર્યુ છે, જેમાં તેને લૂક ખાસ છે, ધનાશ્રીએ સ્કાય હાઇ સ્લિટ આઉટફિટમાં પોતાનુ ટૉન્ડ ફિગર ફ્લૉન્ટ કર્યુ છે. એટલુ જ નહીં આ દરમિયાન ધનાશ્રીના ચહેરા પર અજીબ ઉદાસી છે, જેમ કે કંઇક કહેવા માંગી રહી છે પરંતુ કહી નથી શકતી. . ધનાશ્રીએ તાજેતરમાં જ સી બીચ પરથી એક ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યુ છે, તેની તસવીરો હવે વાયરલ થઇ રહી છે, જેમાં ડાન્સર અને યુટ્યૂબર ધનાશ્રી એકદમ બૉલ્ડ લાગી રહી છે. આમ પણ ધનાશ્રી ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો અને વીડિયો શેર કરીને ફેન્સ સાથે કનેક્ટ રહે છે. આ તસવીરો શેર કરતા ધનાશ્રીએ કેપ્શન આપ્યુ છે – લખ્યું- ક્યારેય પણ તે દિલને ઘા ના આપો, જેને તમને ખુબ પ્રેમ આપ્યો છે. તેને ક્યારેય પણ અંતહિન દર્દ ના આપો, કેમ કે ઘાયલ દિલ ગુલાબના જેવુ હોય છે, જે પછી ક્યારેય નથી ખીલતુ. આ કેપ્શનથી લાગી રહ્યું છે કે ધનાશ્રી ઉદાસ છે અને તેને કોઇ વાત સાથે અણગમો થયો છે. ધનાશ્રી સ્ટાર ક્રિકેટર યુજવેન્દ્ર ચહલની પત્ની છે. અને હાલમાં ચહલ આઇપીએલમાં વિકેટો ચટકાવી રહ્યો છે.
