Maharashtra

‘જવાન’ ફિલ્મ વિવાદમાં ઘેરાઈ, આ કારણે ડાયરેક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

મુંબઈ
શાહરૂખ ખાનની અપકમિંગ ફિલ્મ ‘જવાન’ પર તમિલ ફિલ્મ ‘પેરારાસુ’ની સ્ટોરીની કૉપી કરવાનો આરોપ લાગ્યો છે. ફિલ્મ નિર્માતા એટલી વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, ફિલ્મ નિર્માતા મણિકમ નારાયણને તમિલ ફિલ્મ પ્રોડ્યુસર્સ કાઉન્સિલ (્‌હ્લઁઝ્ર)માં ‘જવાન’ના નિર્માતાઓ પર સ્ટોરી કૉપી કરવાનો આરોપ લગાવ્યો છે. ‘જવાન’ આવતા વર્ષે જૂનમાં રિલીઝ થશે, જેનું હાલમાં શૂટિંગ ચાલી રહ્યું છે. એટલી ‘જવાન’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યાં છે. આ ફિલ્મમાં તમિલ કલાકારો નયનથારા, વિજય સેતુપતિ, યોગી બાબુ અને પ્રિયમણિ પણ છે. જાે રિપોર્ટ્‌સનું માનીએ તો, અભિનેતા વિજય અને દીપિકા પાદુકોણ પણ ફિલ્મમાં કેમિયો કરશે. હવે, કન્ટેન્ટ ચોરીનો હવાલો આપીને ડાયરેક્ટર એટલી વિરુદ્ધ નિર્માતા પરિષદમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એવો આરોપ છે કે શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મની સ્ટોરી ૨૦૦૬માં રિલીઝ થયેલી વિજયકાંતની ‘પેરારાસુ’ જેવી જ છે. એક રિપોર્ટમાં જણાવાયું છે કે નિર્માતા મણિકમ નારાયણને એટલી વિરુદ્ધ ્‌હ્લઁઝ્ર (તમિલ ફિલ્મ પ્રોડ્યુસર્સ કાઉન્સિલ)માં ફરિયાદ નોંધાવી છે કે ‘જવાન’ અને ‘પેરારાસુ’ની સ્ટોરી એક જેવી છે. ્‌હ્લઁઝ્ર બોર્ડના સભ્યો મણિકમ નારાયણન દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદની ૭ નવેમ્બર પછી તપાસ કરશે. કથિત રીતે નિર્માતા મણિકમ નારાયણન પાસે સ્ટોરીના રાઇટ્‌સ છે. વિજયકાંતે ‘પેરારાસુ’માં જાેડિયા ભાઈઓની ડબલ ભૂમિકા ભજવી હતી. રિપોર્ટ મુજબ, શાહરૂખ ખાન પણ જવાનમાં ડબલ રોલ કરી રહ્યો છે.

Page-39.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *