Maharashtra

જી-20ના ડેવલપમેન્ટ વર્કિંગ ગ્રુપના પ્રતિનિધિઓએ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સની પ્રગતિને વેગ આપવા પર ચર્ચા કરી

 જી-20 ના ડેવલપમેન્ટ વર્કિંગ ગ્રુપના પ્રતિનિધિઓએ મંગળવારે મુંબઈમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સની પ્રગતિને વેગ આપવા અંગે ચર્ચા કરી. બેઠકની શરૂઆત વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાના એક વીડિયો મેસેજથી થઇ. આ ચર્ચાઓમાં ઉચ્ચ-સ્તરીય સિદ્ધાંતો, ખાદ્ય, ઊર્જા અને નાણાકીય બજારોમાં પ્રવર્તમાન વિક્ષેપોની તાત્કાલિક વિકાસ અસરોને સમાવિષ્ટ કરવામાં આવી. સાથે જ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સની પ્રગતિમાં વેગ લાવવા માટે, પર્યાવરણ માટે જીવનશૈલી અને વિકાસ માટે ડેટા સંબંધિત ભારતની પ્રાથમિકતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. ડેવલપમેન્ટ વર્કિંગ ગ્રુપની બેઠકમાં ઓછામાં ઓછા વિકાસશીલ દેશો અને નાના ટાપુવાળા વિકાસશીલ રાજ્યોની ફ્લેક્સિબિલિટીમાં સુધાર, આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓની અને બહુપક્ષીય વિકાસ બેંકોની ભૂમિકા અને અસરકારક ઉકેલ માટે જી-20 ફાઇનાન્સ ટ્રેક સાથે સમન્વય સાધવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું.
ડેવલપમેન્ટ વર્કિંગ ગ્રુપની બેઠક માટે મુંબઈ આવાનારા પ્રતિનિધિઓ મહારાષ્ટ્રની સંસ્કૃતિ, પરંપરા અને વારસાનું પ્રદર્શન નિહાળીને રોમાંચિત થતા જોવા મળ્યા. મંગળવારે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમો પછી ઘણા પ્રતિનિધિઓએ સ્વીકાર્યું કે મુંબઈએ જી-20 ઇન્ડિયાના ઉત્સાહને વધારી દીધો છે.
સાઇડ ઇવેન્ટ્સ દરમિયાન પહોંચેલા પ્રતિનિધિઓનું શંખનાદથી સ્વાગત કરવામાં આવ્યું. મહેમાનોએ સિતાર, તબલા અને વાંસળીના લાઇવ પર્ફોર્મન્સની પણ પ્રશંસા કરી. લંચ દરમિયાન ઇન્ડિયન અને કોન્ટિનેન્ટલ ફૂડની સાથે મહારાષ્ટ્રની સ્પેશિયલ બજરિચી ખીચડી પણ મહેમાનોને પીરસવામાં આવી. સાંજનો સાંસ્કૃતિક કાર્યક્રમ મુંબઈ બેઠકના મુખ્ય આકર્ષણોમાંનો એક હતો. ગિરગાંવ ચોપાટી પર ઢોલ-નગારા અને પારંપરિક મહારાષ્ટ્રીયન ડાન્સ ગ્રુપ દ્વારા પ્રતિનિધિઓનું સ્વાગત કરવામાં આવ્યું. આ દરમિયાન, કેટલાય પ્રતિનિધિઓ પોતાને રોકી ન શક્યા અને આ લોક કલાકારો સાથે તાલ મિલાવીને નાચતા જોવા મળ્યા. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમના સ્થળ પર જી-20ના મહેમાનોને મરાઠી પાઘડી પહેરાવીને તેમનું પારંપરિક સ્વાગત કરવામાં આવ્યું. તે પછી, ગેટવે ઓફ ઇન્ડિયાના પ્રતિનિધિઓએ પુણેરી ઢોલનું પ્રદર્શન નિહાળ્યું. આ દરમિયાન, કેટલાંક પ્રતિનિધિઓએ ઢોલ પર પણ હાથ અજમાવ્યો.
રિપોર્ટર સંજીવ રાજપુત

IMG-20221214-WA0019.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *