Maharashtra

‘જુગ જુગ જીયો’ બોક્સ ઓફિસ પર છવાઈ

મુંબઈ
ઘણા લાંબા સમય બાદ, થિયેટર્સમાં પારિવારિક બોલિવૂડ ફિલ્મ ‘ જુગ જુગ જીયો’ ગત અઠવાડિયે રિલીઝ થઈ હતી અને ઓડિયન્સે પણ આ ફિલ્મને વધાવી લીધી છે. અનિલ કપૂર, નીતુ સિંહ જેવા સિનિયર એક્ટર્સ સાથે વરુણ ધવન અને કિયારા અડવાણીના ટિપિકલ કોમ્બિનેશનને દર્શકોએ ખૂબ જ પ્રેમ આપ્યો છે અને ગ્લોબલ બોક્સ ઓફિસ પર આ ફિલ્મે રૂપિયા ૧૦૦ કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે. સોશિયલ મીડિયા પર ફેન્સને અપડેટ આપતા ફિલ્મના પ્રોડ્યુસર કરણ જાેહરે લખ્યું હતું કે, અમારા ક્રેઝી પરિવારને આપ સૌએ આપેલા પ્રેમ અને સહયોગના કારણે ફિલ્મ બોક્સ ઓફિસ પર રૂપિયા ૧૦૦ કરોડનો આંક પર કરી લીધો છે. બીજી તરફ, વરુણ ધવન અને કિયારા અડવાણીએ પણ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સ્પેશિયલ સેલિબ્રેશન પોસ્ટર શેર કરીને આ ખુશીના સમાચાર ફેન્સ સાથે શેર કર્યા હતા અને આ બંને સુપરસ્ટાર્સ તેમના ચાહકોનો આભાર માન્યો હતો. કિયારા અડવાણીની સતત ત્રીજી ફિલ્મે બોક્સ ઓફિસ પર રૂપિયા ૧૦૦ કરોડનો જાદુઈ આંકડો પર કર્યો છે. ‘જુગ જુગ જીયો’ ની પહેલા રિલીઝ થયેલી ફિલ્મ ‘ભૂલ ભુલૈયા ૨’ એ તો ૨૦૦ કરોડના આંકને વટાવી દીધો છે. ઉપરાંત, સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેના તેના લિંક અપની ચર્ચા પણ જગ જાહેર છે. ગત વર્ષે સિદ્ધાર્થ સાથેની તેની ફિલ્મ ‘શેરશાહ’ પણ ખૂબ જ વખણાઈ હતી. સતત સુપર હિટ ફિલ્મોના કારણે કિયારાની સ્ટાર વેલ્યુ વધી છે અને આ કારણે જ ફેમસ ડિરેક્ટર એસ. શંકરે તેને સાઉથ ઈન્ડિયન સુપરસ્ટાર રામચરણ સામે ‘ઇઝ્ર૧૫’માં કાસ્ટ કરી છે.

file-01-page-31.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *