જેતપુર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર જયેશ રાદડીયાની સંપતિ 33.41 કરોડ
રાજકોટ જિલ્લાની 74 વિધાનસભા બેઠક ઉપર ચૂંટણી લડવા માટે 11 ઉમેદવારી ફોર્મ પડયા બાદ માત્ર આ 11 ઉમેદવારી પત્રો ભરાયા પછી ગઇકાલે ફોર્મ ચકાસણી બાદ 9 ફોર્મ માન્ય રહ્યા છે. હવે આવતીકાલ બપોરના 3 વાગ્યા સુધીમાં ફોર્મ પરત ખેંચાવાની કામગીરી પૂર્ણ થયા બાદ આખરી ચિત્ર સ્પષ્ટ થશે.
જેતપુર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર જયેશભાઈ રાદડીયા તથા કોંગ્રેસના ઉમેદવાર ડી.કે. વેકરીયાએ ગઈકાલે ટેકેદારો અને કાર્યકરોની વિશાળ ઉપસ્થિતિમાં ઉમેદવારી ફોર્મ ભર્યા હતા.
ભાજપના ઉમેદવાર જયેશભાઈ રાદડીયાએ પોતાના વર્ષ 2017ની 28.53 કરોડની અને વર્ષ-2022ની 33.41 કરોડની સંપતી જાહેર કરી છે
74-જેતપુર બેઠક પર 9 ફોર્મ માન્ય રહ્યા છે અને તેમાં ભાજપના જયેશ રાદડિયા, કોંગ્રેસના દીપક વેકરીયા,આમ આદમી પાર્ટીના રોહિત ભુવા સમાજવાદી પાર્ટીમાંથી રાજુ સરવૈયા સહિત અન્ય પાંચ અપક્ષો ઉમેદવાર વચ્ચે મુખ્ય જંગ રહેશે
