મુંબઇ: એમસીએક્સ ઇન્વેસ્ટર પ્રોટેક્શન ફંડ (એમસીએક્સ આઈપીએફ) અને નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ સિક્યુરિટીઝ માર્કેટ્સ (એનઆઈએસએમ) દ્વારા સંયુક્ત વાર્ષિક પ્રકાશન એવુ ‘ધી કોમોડિટી ઇનસાઇટ્સ યરબુક 2022’ પુસ્તક રજૂ કરવામાં આવ્યુ છે, જેનો હેતુ કોમોડિટી ડેરિવેટીવ્ઝ માર્કેટ અને સબંધિત પ્રોડક્ટ્સ વિશે વિવિધ હિસ્સાધારકોમાં સતર્કતા અને જાણકારી વધારવાનો છે.
યરબુકની આ આવૃત્તિ એક સેમગમેન્ટ તરીકે ‘એનર્જી’ પર ભાર મુકે છે અને તેમાં ઉભરતા પ્રવાહ વિભાગમાં આ સેગમેન્ટને સંબંધિત વિવિધ તત્ત્વો પર ઊંડા દ્રષ્ટિકોણવાળા લેખો સમવવામાં આવ્યા છે. એનર્જી કોમોડિટીઓની આસપાસના મુદ્દાઓ અને સંભવિતતાઓ હંમેશા ઊંચી રુચિવાળી રહી છે અને તેણે કોવિડ અને કોવિડ પછીના સમયગાળામાં ભારે અગત્યતા પ્રાપ્ત કરી છે.
એનર્જી માર્કેટ્સને આ માર્કેટસમાં ભારે અનિશ્ચિતતા લાવતી ફક્ત ભૌગોલિકરાજકીય ઘટનાઓની અગત્યતાને સમજીને સારી રીતે જાણવાની જરૂર છે એટલુ જ નહી પરંતુ અસંખ્ય મુદ્દાઓ કે જે આગામી દિવસોમાં અગત્યના બનનાર છે જેમ કે ગ્રીન એનર્જી, ઇલેક્ટ્રિસિટી ડેરીવેટિવ્ઝ, ઇલેક્ટ્રિક વ્હિકલ્સ વગેરેની આસપાસના મુદ્દાને સમજવા માટે પણ જરૂરી છે.
કોમોડિટી માર્કેટ વિસ્તૃત અને વિકસ્યુ હોવાથી, કોમોડિટી મૂલ્ય શ્રૃંખલામાં રહેલા માર્કેટ ખેલાડીઓ અને હિસ્સાધારકોમાં સતર્કતાનું સ્તર વધારવુ આવશ્યક છે. ઉપરાંત શૈક્ષણિક સમુદાયમાં સંસોધન રુચિ જગાવવા માટે પણ આવશ્યક છે જેથી કોમોડિટી માર્કેટ્સને લગતી નવી જાણકારી શોધી શકાય અને સર્જન કરી શકાય.
આ રજૂઆત વેળાએ એમસીએક્સના એમડી અને સીઇઓ શ્રી. પી.એસ. રેડ્ડીએ જણાવ્યું હતુ કે, “કોમોડિટી ઇનસાઇટ્સ યરબુક એ કમાણીયુક્ત પ્રયાસ છે જે ડેટા અને લેખોની દ્રષ્ટિએ એક ઉપયોગી સારની ગરજ પૂરી પાડે છે. અમારા હિસ્સા ધારકો અને શિક્ષણવિંદો યરબુકને સહાયક અને સંબંધિત હોવાનું અનુભવશે તેની મને ખાતરી છે, અને ભારતમાં કોમોડિટીઝ ડેરિવેટીવ્ઝ માર્કેટ્સ પરની માહિતી માટે એક માપદંડ સ્ત્રોત બની રહેશે તેવી આશા છે.”
રુચિ ધરાવતા દરેક લોકો, તેમાંયે ખાસ કરીને વિશ્વના સંશોધકો, વિશ્લેષકો અને યૂઝર્સ સુધી પહોંચવાના પ્રયાસ સાથે, કોમોડિટી ઇનસાઇટ્સ યરબુક ઉપયોગી ટાઇમ-સિરીઝ ડેટા સાથે, ‘વપરાશમાં સરળ’ સ્પ્રેડશીટ સાથે, વિનામૂલ્ય ડાઉનલોડ કરવા માટે અને વપરાશ માટે એમસીએક્સની વેબસાઇટ પર પણ ઉપલબ્ધ બનાવવામાં આવી છે.


