Maharashtra

ટોપ પંજાબી એક્ટ્રેસ દલજીત કૌર ખંગૂરાનું આકસ્મિક નિધન થયું

મુંબઈ
કથિત રીતે દલજીત મગજની ગંભીર બિમારીથી પીડિત હતા, તેની લાંબા સમયથી સારવાર ચાલી રહી હતી. ફેમસ એક્ટ્રેસે ૧૦ હિન્દી ફિલ્મો સહિત ૭૦ થી વધુ પંજાબી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેઓ ૬૯ વર્ષના હતા. પંજાબી એક્ટ્રેસ દલજીત કૌરના અંતિમ સંસ્કાર ૧૭ નવેમ્બરે બપોરે ૧ વાગ્યે લુધિયાણામાં કરવામાં આવ્યા હતા. તેણીએ લેડી શ્રી રામ કોલેજ (ન્જીઇ)માંથી ગ્રેજ્યુએટ થયા પછી પ્રતિષ્ઠિત હ્લ્‌ૈંૈં, પુણેમાંથી એક્ટિંગનો કોર્સ કર્યો. તેણે પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વર્ષ ૧૯૭૬માં ફિલ્મ ‘દાઝ’થી ડેબ્યૂ કર્યું હતું. દલજીત કૌર પોતાના સમયમાં કબડ્ડી અને હોકીની નેશનલ ખેલાડી રહી ચુકી છે. તેણીએ તેની શાનદાર એક્ટિંગ પછી સુપરહિટ પંજાબી ફિલ્મોથી દર્શકોનું મનોરંજન કર્યું, દલજીત કૌરે ‘પુટ જટ્ટાં દે’, ‘મામલા ગડબડ હૈ’, ‘કી બનૂ દુનિયા દા’, ‘સરપંચ’, ‘પટોલા’ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો. દલજીતે સિંઘ વીએસ કૌર (૨૦૧૩)માં ગિપ્પી ગ્રેવાલની માતાની ભૂમિકા ભજવી હતી. દલજિતે તેના અભિનેતા પતિ હરમિન્દર સિંહ દેઓલના માર્ગ અકસ્માતમાં દુઃખદ અવસાન બાદ ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દીધું હતું. તેમના આકસ્મિક નિધનથી તેના ફેન્સ અને ઈન્ડસ્ટ્રીના લોકો આઘાતમાં છે. તેમના નિધનથી ઘણા લોકો દુઃખી થયા છે અને પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

File-01-Page-32.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *