Maharashtra

ત્યાર બાદ અમિતાભ બચ્ચનની જંજીર સુપર ડુપર હિટ થઈ હતી

મુંબઈ
અમિતાભ બચ્ચન અને રેખાની જાેડી પહેલી વખત દુલાલ ગુહાની ફિલ્મ દો અનજાને (૧૯૭૬)માં જાેવા મળી હતી. દર્શકોને બંનેની જાેડી ઘણી પસંદ આવી હતી. અમિતાભ-રેખાની જાેડી હિન્દી સિનેમાના ઈતિહાસમાં સૌથી સફળ જાેડીમાંની એક ગણવામાં આવી. દો અનજાને પહેલા ૧૯૭૨-૭૩માં એક ફિલ્મ બંનેએ સાથે શરૂ તો કરી હતી, પરંતુ નિર્માતા-નિર્દેશકે સાત રીલ બનાવ્યા પછી અમિતાભને ફિલ્મમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા કેમ કે તે સમયે તેમની ફિલ્મો નહોતી ચાલતી. પરિણામે તેમને ફિલ્મ માટે ફાઇનાન્સર્સ અને ડિસ્ટ્રીબ્યુટર્સ નહોતા મળતા. અમિતાભને કાઢીને બીજા એક્ટરને લેવામાં આવ્યો અને ફિલ્મ બનીને રિલીઝ થઈ. અમિતાભ-રેખાને લઈને શરૂઆતમાં આ ફિલ્મનું નામ હતું અપના પરાયા. એક મહિના સુધી ફિલ્મનું શૂટિંગ ચાલ્યું, પરંતુ મહિના પછી ફિલ્મના ડાયરેક્ટર કુંદન કુમાર અને નિર્માતા જીએમ રોશને અમિતાભને કાઢીને સંજય ખાનને લઈ લીધા હતા. જાે કે તેનાથી નિર્માતાને નુકસાન થયું હતું. આ મામલામાં ડાયરેક્ટર કુંદન કુમારનું કહેવું હતું કે, અમિતાભની સતત ફ્લોપ ફિલ્મોના કારણે કોઈ ડિસ્ટ્રીબ્યુટર આ ફિલ્મ ખરીદવા માટે તૈયાર નહોતો. એવામાં નિર્માતાએ વધારે જાેખમ ન લેતા શૂટિંગ બંધ કરી દીધું. અમિતાભની જગ્યાએ સંજય ખાનને લીધા પછી નિર્માતા-નિર્દેશકને ફિલ્મનું નામ બદલીને દુનિયા કા મેલા કરી દીધું. કિસ્મતનો ખેલ તો જુઓ જે ફિલ્મમાં અમિતાભની જગ્યાએ સંજય ખાને લીધી હતી, તે ફ્લોપ થઈ ગઈ અને તે સમયે અમિતાભની જંજીર સુપર ડુપર હિટ સાબિત થઈ. ૧૯૭૩માં રિલીઝ થયેલી જંજીરે અમિતાભને રાતોરાત સુપસ્ટાર બનાવી દીધા હતા. તેના પછી તેમને એંગ્રી યંગ મેનની નામ મળ્યું. તેના પછી અમિતાભની પાસે ફિલ્મોની લાઈન લાગી. જ્યારે દુનિયા કા મેલા આવતા વર્ષે ૧૯૭૪માં થિયેટરોમાં આવી હતી. પરંતુ દર્શકો તેને જાેવા ન ગયા. અમિતાભ પછી અને સંજય ખાન પહેલા આ ફિલ્મ નવીન નિશ્ચલને ઓફર કરવામાં આવી હતી. જે તે સમયે મોટા સ્ટાર હતા. પરંતુ તેમણે એવું કહીને ના પાડી કે સ્ટ્રગલિંગ એક્ટરે છોડેલી ફિલ્મ સહી નહીં કરું. અમિતાભ જ્યારે અપના પરાયાનું શૂટિંગ કરી રહ્યા હતા, તે દરમિયાન અમિતાભ અને રેખા પર એક ગીતનું શૂટિંગ થઈ ગયું હતું. ગીતના શબ્દો હતા, તૌબા તૌબા. જ્યારે સંજય ખાન આ ફિલ્મમાં આવ્યા તો તેમન પર પણ રેખાની સાથે આ ગીત શૂટ થયું. યુટ્યુબ પર આજે પણ આ ગીત છે.

File-01-Page-27.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *