Maharashtra

દર્શકોએ કોમેડી સિવાયના મારા કામને પણ વખાણ્યું છે ઃ સુનિલ ગ્રોવર

મુંબઈ
પર્સનલ પ્રોબ્લેમ્સના કારણે ‘ધ કપિલ શર્મા’ ને અલવિદા કહ્યા બાદ, સુનિલ ગ્રોવર વિવિધ ફિલ્મો અને વેબ સિરીઝનો ભાગ બનીને વર્સેટાઈલ એક્ટર તરીકે પોતાને પૂરવાર કરવાની કોશિશ કરી રહ્યો છે. સુનીલને મહદ અંશે તેમાં સફળતા પણ મળી છે અને ટૂંક સમયમાં તે અનેક નવા ફિલ્મ પ્રોજેક્ટ્‌સમાં જાેવા મળવાનો છે. અત્યારે, સુનિલ તેની આગામી ફિલ્મ ‘જવાન’ નું શૂટિંગ કરી રહ્યો છે. જેમાં શાહરુખ ખાન અનોખા એક્શન મોડમાં નજર આવશે. મેકર્સે તેના સિલેક્શન બાદ તેની સામે વ્યક્ત કરેલી ચિંતા વિશે તેણે ખુલાસો કર્યો હતો. સુનિલે કહ્યું હતું કે, પહેલા મને લાગતું હતું કે મેં પરફોર્મ કરેલા ફેમસ કેરેક્ટર ‘ગુથ્થી’ અને ‘ડૉ. મશહૂર ગુલાટી’ ને કારણે મારા ભવિષ્યના પ્રોજેક્ટ્‌સ પર અસર થશે અને તે અસર કેટલી મોટી હશે તેની મને ખબર ન હતી પરંતુ આ મામલે હું લકી છું કે, દર્શકોએ કોમેડી સિવાયના મારા કામને પણ વખાણ્યું છે. મેં અનેક એવા કેરેક્ટર પ્લે કર્યા છે જેમાં મેં કોમેડીને બાજુમાં રાખીને સિરિયસ રોલ ભજવ્યા છે. લોકો મને કહેતા હતા કે, કોમેડી સિવાય દર્શકો તને સ્વીકારશે નહિ પરંતુ મેં તેમને ખોટા પૂરવાર કર્યા છે. જેની મને ખુશી છે. મને વિશ્વાસ હતો કે, જાે મને સારી તક મળશે તો હું તેનો સદુપયોગ કરીને લોકોને મારી ટેલેન્ટ બતાવી શકીશ.

File-01-Page-30.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *