Maharashtra

દિયા મિર્ઝાની ભત્રીજીનું રોડ અકસ્માતમાં નિધન

મુંબઈ
બોલિવૂડ એક્ટ્રેસ દિયા મર્ઝા અત્યારે ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. હકીકતમાં તેની ભત્રીજી તાન્યા કાકડેનું રોડ એક્સિડન્ટમાં નિધન થઈ ગયું છે. દિયા પોતાની ભત્રીજીની ઘણી નિકટ હતી. તેણે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટમાં તાન્યાનો એક ફોટો શેર કરી ઈમોશનલ નોટ લખી છે. બંનેનું બોન્ડિંગ પણ સારું હતું. તે સાથે જ તાન્યા દિયાને પોતાને ઈન્સ્પિરેશન પણ માનતી હતી. દિયાએ પોતાની પોસ્ટમાં લખ્યું- મારી ભત્રીજી…મારી જિંદગી હવે આ દુનિયામાં નથી રહી. તું જ્યાં પણ રહે, તને શાંતિ અને પ્રેમ મળે. તું હંમેશાં અમારા બધાના દિલમાં રહીશ. ઓમ શાંતિ. દિયાની પોસ્ટ પર ઈન્ડસ્ટ્રીના તેના મિત્રો શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. બોમન ઈરાનીએ લખ્યું, દિયા આ હાર્ટબ્રેકિંગ સમાચાર છે. રિદ્ધિમા કપૂર સાહની અને સુનીલ શેટ્ટીએ કમેન્ટમાં હાથ જાેડતું ઈમોજી પોસ્ટ કર્યું, તો ગૌહર ખાને તૂટેલા દિલવાળા ઈમોજીની સાથે કમેન્ટ કરી. તેમજ સુઝેન ખાનની બહેન ફરાહે કમેન્ટમાં લખ્યું, આ દુઃખદ સમાચાર છે, તે જ્યાં રહે ચમકતી રહે. સિયાસત ડોટકોમના અનુસાર, કોંગ્રેસ નેતા ફિરોઝ ખાનની સાવકી દીકરી તાન્યા પોતાના મિત્રોની સાથે રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટથી હૈદરાબાદ જઈ રહી હતી. એરપોર્ટ જતા સમયે તેની કાર ડિવાઈડર સાથે ટકરાય ગઈ, જેના કારણે ચારેય લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા. રિપોર્ટના અનુસાર, તાન્યાનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. તેના મૃતદેહને ઉસ્માનિયા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો અને તેના પરિવારના લોકોને સૂચના આપી દેવામાં આવી છે. તેના બાકીના મિત્રોને એરપોર્ટ પોલીસની નજીકની હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે.

File-01-Page-29.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *