Maharashtra

ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મે બોક્સ ઓફિસ પર અનેક નવા રેકોર્ડસ કર્યા

મુંબઈ
રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રીની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ બોક્સ ઓફિસ પર તમામ રેકોર્ડ તોડી રહી છે. આ ફિલ્મ ગત તા. ૧૧/૦૩/૨૦૨૨ના રોજ રીલિઝ થઈ હતી. આ ફિલ્મ રિલીઝના પહેલા દિવસે જ સારી કમાણી કરવામાં સફળ રહી હતી. અત્યારે આ ફિલ્મ રૂ. ૨૦૦ કરોડનો આંકડો પાર કરવામાં સફળ રહી છે. ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ આ વર્ષ ૨૦૨૨માં બોક્સ ઓફિસ પર ઘણી ફિલ્મોના રેકોર્ડ તોડવામાં સફળ રહી છે. આ ફિલ્મ અત્યારે લોકોમાં ખુબ જ ચર્ચા જગાવી રહી છે. બૉલીવુડ ફિલ્મ વિવેચક તરણ આદર્શે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’નું લેટેસ્ટ બોક્સ ઓફિસ કલેક્શન તેમના ટ્‌વીટર હેન્ડલ શેર કર્યું છે. આ ફિલ્મ માત્ર બે જ અઠવાડિયામાં અક્ષય કુમારની ફિલ્મ ‘સૂર્યવંશી’ના કલેક્શનને વટાવી ચુકી છે. ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ અત્યારે પેન્ડેમિક એરામાં સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ભાષાની ફિલ્મ બની ચુકી છે. જાણીતા ફિલ્મ ક્રિટીક્સ તરણ આદર્શે ટ્‌વીટર પર આ સમાચાર શેર કરતા લખ્યું છે કે, “ઈં્‌રીદ્ભટ્ઠજરદ્બૈહ્લિૈઙ્મીજ ? ૨૦૦ કરોડનો આંકડો પાર કરે છેપસૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મ..શુક્રવારે ૧૯.૧૫ કરોડ, શનિવારે ૨૪.૮૦ કરોડ, રવિવારે ૨૬.૨૦ કરોડ, સોમવારે ૧૨.૪૦ કરોડ, મંગળવારે ૧૦.૨૫ કરોડ, બુધવારે ૧૦.૦૩ કરોડ. કુલ કમાણી ? ૨૦૦.૧૩ કરોડ..” આ ફિલ્મને દેશના ખૂણે ખૂણેથી પ્રશંસા મળી રહી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને ગૃહમંત્રી અમિત શાહ સુધી, સુપરસ્ટાર આમિર ખાનથી લઈને અભિનેત્રી કંગના રનૌત સુધી તમામ જાણીતી હસ્તીઓ આ ફિલ્મના ભરપૂર વખાણ કરી રહ્યા છે. આ ફિલ્મ પ્રેક્ષકો તરફથી મોટી માત્રામાં સકારાત્મક પ્રતિસાદ મેળવી રહી છે. આ ફિલ્મમાં વર્ષ ૧૯૯૦માં કાશ્મીરી પંડિતોની દુર્દશાને સચોટ રીતે દર્શાવી છે. આ ફિલ્મ જાેયા બાદ અનેક લોકોની આંખો ખુલી રહી છે, અને તેઓ સમજી રહ્યા છે કે શા માટે કાશ્મીર ઘાટીમાં જે-તે સમયે બળવો થયો હતો. આ ફિલ્મમાં અનુપમ ખેર, પલ્લવી જાેશી, મિથુન ચક્રવર્તી અને દર્શન કુમાર મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મે સફળતાના અનેક નવા બેન્ચમાર્ક સ્થાપિત કર્યા છે. આ ફિલ્મ ભારતીય સિનેમા માટે ખરેખર એક કેસ સ્ટડી છે, કારણ કે તે સાબિત કરે છે કે કોઈ સુપરસ્ટારના મૂલ્ય કરતાં ફિલ્મની પટકથા અને કન્ટેન્ટ જ બોલીવુડમાં ‘કિંગ’ ગણાય છે. ગત તા. ૧૮/૦૩/૨૦૨૨ના રોજ રીલિઝ થયેલી અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ ‘બચ્ચન પાંડે‘ના બોક્સ ઓફિસ વ્યવસાયને ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’એ અસર કરી છે. અમે તમને જણાવી દઈએ કે, ઓરિસ્સામાં એક ટોળું થિયેટરમાં ઘુસી ગયું હતું અને અક્ષય કુમારની ફિલ્મ ‘બચ્ચન પાંડે’ને બળજબરીથી અટકાવી હતી, અને તેના બદલે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મને સ્ક્રીન પર દર્શાવવાની માંગ કરી હતી. ‘બાહુબલી’ ફેમ અભિનેતા પ્રભાસની ફિલ્મ ‘રાધે શ્યામ’ના બિઝનેસ પર પણ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મથી માઠી અસર પડી છે. કાશ્મીરી પંડિતોની આ દુઃખપૂર્ણ પટકથાએ અનેક દર્શકોની આંખોમાં આંસુ લાવ્યા છે. આ સેન્ટિમેન્ટલ ફેકટરથી ફિલ્મને બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરવામાં ઘણી મદદ મળી છે.

The-Kashmir-Files-200-Crore-Club-.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *