Maharashtra

નવા ‘તારક મહેતા’થી ચાહકોમાં નારાજગી, મીમ્સ થવા લાગ્યા શેર, અને કરી આ માંગણી

મુંબઈ
ટેલિવિઝનના સૌથી લોકપ્રિય શોમાં સામેલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. આ વખતે આ શો નવા તારક મહેતા એટલે કે સચિન શ્રોફના કારણે ચર્ચામાં છે. લાંબા સમયથી તારક મહેતાના ઉલ્ટા ચશ્મામાં શૈલેષ લોઢાને રિપ્લેસ કરવા મુદ્દે અટકળો થઈ રહી હતી. ખુબ ઈન્તેજાર બાદ આખરે ગોકુલધામમાં સચિન શ્રોફની એન્ટ્રી થઈ ગઈ. ફેન્સને જાે કે તારક મહેતા તરીકે સચિન શ્રોફ જામતા હોય તેવું લાગતું નથી. નવા ‘મહેતાસાહેબ’ની એન્ટ્રી પર જાે કે ફેન્સમાં મિક્સ રિએક્શન જાેવા મળી રહ્યા છે. જેવી નવા તારક મહેતાની એન્ટ્રીવાળો એપિસોડ ઓન એર થતા નેટિઝન્સના રિએક્શન આવવા માંડ્યા અને ્‌સ્ર્દ્ભંઝ્ર ટિ્‌વટર પર ટ્રેન્ડ કરવા લાગ્યું. સોશયિલ મીડિયાની સૌથી સારી વાત એ છે કે અહીં લોકો પોતાની વાત ખુલીને રજૂ કરી શકે છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ફેન્સ પણ આમ જ કરી રહ્યા છે. શૈલેષ લોઢાની જગ્યાએ શોમાં સચિન શ્રોફને જાેઈને લોકોએ ઈન્ટરનેટ પર પોતાની વાત ખુલીને રજૂ કરવાની શરૂ કરી દીધી. આ ટિ્‌વટ્‌સને વાંચ્યા પછી સમજી શકાય કે લોકો માટે નવા તારક મહેતાને સ્વીકારવા કેટલા મુશ્કેલ બન્યા છે. શૈલેષ લોઢાએ તારક મહેતા સાથે લાંબો સમય વીતાવ્યો હતો. તેમણે આ પાત્રમાં જીવ રેડી દીધો હતો. જેને કારણે હવે લોકો માટે તેમની જગ્યાએ કોઈ અન્ય અભિનેતાને સ્વીકારવા મુશ્કેલ બનતું હોય તેવું લાગે છે. એક યૂઝરનું કહેવું છે કે તારક મહેતા શો તેનો ચાર્મ ગૂમાવી રહ્યો છે. સારામાં સારો શો હવે બોરિંગ બની રહ્યો છે. શોની આ પડતી છે. દરેક જણ સિરિયલ છોડી રહ્યા છે. અન્ય એક યૂઝરનું કહેવું છે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો અંત લાવી દો, તેને બગાડો નહીં. દયાએ શો છોડ્યા બાદ ઘણું બધુ છૂટી ગયું. ટપુ, અને સોનુના બદલાવવાથી બહુ નહીં પણ થોડો ફરક આવ્યો. પણ કોવિડ પછી તો ઘણું બધું…સોઢી, અંજલી ગયા, નટુકાકાનું મૃત્યુ થયું અને હવે તારક મહેતા, બધા રિપ્લેસ થયા. જૂના એપિસોડ સોનું હતા. અત્રે જણાવવાનું કે શૈલેષ લોઢા અગાઉ પણ અનેક કલાકારોએ આ શોને અલવિદા કરી દીધુ છે. જેમાં દયાબેનનું પાત્ર ભજવતા દિશા વાકાણી, અંજલીભાભીનું પાત્ર ભજવતા નેહા મહેતા, સોઢી તરીકે જાેવા મળતા ગુરુચરણ સિંહ, સોનું બનેલી નિધિ ભાનુશાળી, ટપુ બનેલા ભવ્ય ગાંધીએ પણ કોઈને કોઈ કારણસર શોને અલવિદા કરી દીધુ હતું. હવે તારક મહેતા તરીકે સચિન શ્રોફ રિપ્લેસ થતા ફેન્સમાં નારાજગી જાેવા મળી રહી છે.

File-01-Page-22-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *