Maharashtra

નવેમ્બર મહિના દરમિયાન સોનાના વાયદામાં રૂ.2,158 અને ચાંદીમાં રૂ.4,562નો ઉછાળો

ક્રૂડ તેલનો વાયદો બેરલદીઠ રૂ.469 લપસ્યોઃ નેચરલ ગેસમાં સુધારોઃ કોટનના વાયદાના ભાવમાં ગાંસડીદીઠ રૂ.3,930ની વૃદ્ધિઃ મેન્થા તેલમાં સેંકડા વધ્યાઃ મહિના દરમિયાન કોમોડિટી વાયદાઓમાં રૂ.5,77,016 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.9,09,647 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.1,941 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 1 થી 30 નવેમ્બરના મહિના દરમિયાન 1,77,59,639 સોદાઓમાં કુલ રૂ.14,88,604.21 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.5,77,016.31 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.9,09,646.97 કરોડનો હતો.

સમીક્ષા હેઠળના નવેમ્બર મહિના દરમિયાન, કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 53,69,484 સોદાઓમાં કુલ રૂ.2,80,689.13 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ મહિનાના પ્રારંભે રૂ.50,351ના ભાવે ખૂલી, મહિના દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.53,200 અને નીચામાં રૂ.50,000ના સ્તરને સ્પર્શી, મહિનાનાં અંતે રૂ.2,158ના ઉછાળા સાથે રૂ.52,480ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની નવેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.1,969 વધી રૂ.42,228 અને ગોલ્ડ-પેટલ નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.273 વધી રૂ.5,281ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.50,390ના ભાવે ખૂલી, રૂ.2,076ની તેજી સાથે રૂ.52,434ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ મહિનાના પ્રારંભે રૂ.57,960ના ભાવે ખૂલી, મહિના દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.63,045 અને નીચામાં રૂ.57,049ના સ્તરને સ્પર્શી, મહિનાનાં અંતે રૂ.4562ના ઉછાળા સાથે રૂ.62,240ના સ્તરેના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.3603 વધી રૂ.61,714 અને ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.3,549 વધી રૂ.61,714ના સ્તરે બંધ થયો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં નવેમ્બર મહિના દરમિયાન એમસીએક્સ ખાતે 6,31,195 સોદાઓમાં રૂ.96,890.89 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ નવેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.12.65 વધી રૂ.210.25 અને જસત નવેમ્બર વાયદો રૂ.16.05 વધી રૂ.267ના ભાવ થયા હતા. આ સામે તાંબુ નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.32.05 વધી રૂ.679.10 તેમ જ સીસું નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.10.05 વધી રૂ.189ના ભાવ થયા હતા.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર નવેમ્બર મહિનામાં 25,47,026 સોદાઓમાં કુલ રૂ.1,97,519.72 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ડિસેમ્બર વાયદો મહિનાના પ્રારંભે રૂ.7,161ના ભાવે ખૂલી, મહિના દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.7,596 અને નીચામાં રૂ.6,052ના સ્તરને સ્પર્શી, મહિનાનાં અંતે 1 બેરલદીઠ રૂ.469ના ભાવઘટાડા સાથે રૂ.6,571 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.30 વધી રૂ.568.40ના સ્તરે બંધ થયો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે મહિના દરમિયાન 21,865 સોદાઓમાં રૂ.1,916.57 કરોડનાં કામકાજ થયા હતા. કોટન નવેમ્બર વાયદો 1 ગાંસડીદીઠ રૂ.28,500ના ભાવે ખૂલી, મહિના દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.33,850 અને નીચામાં રૂ.28,500ના સ્તરને સ્પર્શી, મહિનાનાં અંતે રૂ.3,930ના ઉછાળા સાથે રૂ.32,530ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.111ની તેજી સાથે રૂ.1098 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ નવેમ્બર મહિના દરમિયાન, એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.104,669.28 કરોડનાં 201,285.650 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.176,019.85 કરોડનાં 28,639.946 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.70,164.15 કરોડનાં 102,355,300 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.127,356 કરોડનાં 2376212500 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં રૂ.1,771.01 કરોડનાં 561550 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.145.56 કરોડનાં 1512 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ મહિનાના અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 16,873.985 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 761.086 ટન, ક્રૂડ તેલમાં 1272600 બેરલ અને નેચરલ ગેસમાં 11406250 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 79425 ગાંસડી, મેન્થા તેલમાં 457.56 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર મહિના દરમિયાન બુલડેક્સ વાયદામાં રૂ.1,940.93 કરોડનાં 26,885 લોટ્સના વેપાર થયા હતા. બુલડેક્સ ડિસેમ્બર વાયદો 13,998ના સ્તરે ખૂલી, 644 પોઈન્ટ વધી 14,619ના સ્તરે હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં નવેમ્બર મહિના દરમિયાન એમસીએક્સ પર રૂ.9,09,646.97 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.53,835.22 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.20,536.88 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.6,33,393.09 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2,01,827.79 કરોડનાં કામકાજ થયાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *