Maharashtra

‘પુષ્પા-૨’માં વિજય સેતુપતિની એન્ટ્રી

મુંબઈ
બોક્સ ઓફિસ પર સાઉથની ફિલ્મો ધમાકેદાર પરફોર્મન્સ આપી રહી છે. બોલિવૂડ કરતા સાઉથની ફિલ્મોનું કલેક્શન એકંદરે પ્રોત્સાહક રહ્યું છે. કોરોના કાળમાં એક હિટ માટે ફિલ્મ ઈન્ડસ્ટ્રી વલખા મારી રહી હતી ત્યારે પુષ્પાના કારણે આ ખોટ પુરાઈ હતી. અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની આ ફિલ્મ પુષ્પાઃ ધ રાઈઝ રિલીઝની સાથે જ હિટ થઈ હતી. ફિલ્મને મળેલી સક્સેસના પગલે તેની સીક્વલ પર કામ શરૂ થઈ ગયું છે. સીક્વલને વધારે ઈન્ટ્રેસ્ટિંગ બનાવવા માટે એક પછી એક સ્ટાર્સ ઉમેરાઈ રહ્યા છે. રીસેન્ટલી તેમાં વિજય સેતુપતિની એન્ટ્રી થઈ છે. પુષ્પાઃ૨માં વિજય સેતુપતિ પોલીસ ઓફિસરનો રોલ કરવાના છે. પુષ્પાની સીક્વલને વધારે અસરકારક બનાવવા માટે બજેટમાં વધારો કરવામાં આવ્યો છે અને બોલિવૂડના સ્ટાર્સને પણ લેવામાં આવ્યા છે. આ ફિલ્મનું શૂટિંગ શરૂ થતાં પહેલા વધુ એક અપડેટ સામે આવી છે. જે મુજબ, સાઉથના સુપર સ્ટાર વિજય સેતુપતિ તેમાં પોલીસ ઓફિસરનો રોલ કરવાના છે. વિજય સેતુપતિનું કેરેક્ટર ફિલ્મને આશ્ચર્યજનક વળાંક આપશે તેવું કહેવાય છે. જાે કે વિજય સેતુપતિની આ સરપ્રાઈઝ કેવી હશે તે અંગે સસ્પેન્સ છે. ખાસ કરીને તેઓ પુષ્પાની મદદ કરશે કે તેને ટક્કર આપશે તે અંગે અટકળો ચાલી રહી છે. ફહાદ ફાસિલની જેમ વિજય સેતુપતિ પણ પુષ્પાને હંફાવશે તો ફિલ્મ વધારે ઈન્ટ્રેસ્ટિંગ બનશે અને જાે પુષ્પાની મદદ કરશે તો ફિલ્મમાં સરપ્રાઈઝ આવશે.

file-01-page-30.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *