પૂણે
મહાનગરોના પડકારોની વચ્ચે આ બહુમાળી બિલ્ડીંગમાં રહેનારાઓ માટે સૌથી જરૂરી સુવિધા લિફ્ટ ગણવામાં આવે છે. હવે આ લિફ્ટના લીધે પૂણેની એક હાઉસિંગ સોસાયટીમાં લાગેલી એક નોટિસે ઇન્ટરને પર પારો વધારી દીધો છે. એક ટિ્વટર યૂઝર સંદીપ મનુધાને દ્રારા શેર કરવામાં આવેલી એક તસવીર એક લિફ્ટના દરવાજાની છે જેની બહાર લગાવેલી નોટિસમાં લખ્યું છે કે ઘરોમાં કામ કરનાર મેડ ફક્ત ઝ્ર અથવા ડ્ઢ નો ઉપયોગ કરે. તો ત્યારબાદ બાજુમાં લગાવેલા પેપરમાં લખ્યું કે ‘દૂધવાળા, ન્યૂઝપેપરવાળા, કૂરિયર ડિલીવરી બોય, લેબર, ‘ડ્ઢ’ લિફ્ટનો ઉપયોગ કરે. આ પોસ્ટ પર તેમણે કેપ્શન આપી છે કે માણસોના ભાગલા પાડવા ભારતીયોનો સ્વાભાવિક ગુણ છે. પૂણેના પોશ વિસ્તારમાં રહેનારાઓ તેને સાબિત કરી દીધું છે. ઘરેલૂ કામગારો એટલે કે સોસાયટી હેલ્પર્સ માટે લિફ્ટને અલગ કરવાને લઇને સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. પૂણેની સોસાયટીની આ નોટિસમાં તમામ પાલતૂ જાનવરોને ફેરવનારાઓ, ઘરેલૂ નોકરો અને અન્ય તમામ સેવા કર્મીઓને કહેવામાં આવ્યું છે કે તે ફક્ત નોટિસમાં જણાવવામાં આવેલી લિફ્ટનો જ ઉપયોગ કરે. ત્યારબાદ તેને ભેદભાવવાળા ગણાવતા તેની જાેરદાર ટીકા થઇ રહી છે. આ ટ્વીટે ઘણા લોકોનું ધ્યાન ખેંચ્યું તો લોકો તેના પર પોતાના અનુસાર પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકોએ કહ્યું કે આ સામાન્ય ચલણ છે જે દેશના ઘણા ભાગમાં વહેંચાયેલું છે. કોઇએ તેને કોરોનાકાળના કોવિડ પ્રોટોકોલ સાથે જાેડીને જાેયું તો ઘણા લોકો તેને બીજું કંઇક કહીને આ ર્નિણયનો બચાવ કરે છે. એક યૂઝરે લખ્યું કે ‘આ ર્નિણય એટલા માટે લેવામાં આવ્યો કારણ કે અમારી બિલ્ડીંગના ટોપ ફ્લોરથી નીચે આવવામાં ૧૫ મિનિટ સુધીનો સમય લાગે છે. તો બીજી તરફ કેટલાક બાળકો અને વડીલ લોકો પાલતૂથી જાનવરોથી ડરી જાય છે. ક્યારેક ક્યારેક યુવાનોને ફોબિયા થઇ જાય છે અને આ સાધારણ વાત છે તેને ઇશ્યૂ બનાવવાની જરૂર નથી.
