Maharashtra

પ્રિયંકાના અમેરિકન બોડીગાર્ડની વધુ ચર્ચા, હોલીવુડના આ સુપરહીરો સાથે થઇ રહી છે તુલના

મુંબઈ
બોલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા ફરી એકવાર મુંબઇમાં જાેવા મળી છે. લગભગ ત્રણ વર્ષ સુધી વિદેશમાં રહ્યાં બાદ તે મુંબઇની તાજ હોટલમાં સ્પોટ થઇ હતી. તે ઉપરાંત તેણે મુંબઇના મરીન ડ્રાઇવથી પોતાની કેટલીક તસવીરો અને એક વીડિયો પણ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા તેના વીડિયો પર લોકો જાેરદાર રિએક્શન આપી રહ્યાં છે અને તેમાં લોકોએ પ્રિયંકા કરતાં તેના બોડીગાર્ડ પર વધુ અટેંશન આપ્યું છે. હોટલથી વાઈરલ થઈ રહેલો પ્રિયંકા ચોપરાનો આ વીડિયો કમાલનો છે. કારણ કે પ્રિયંકા ચોપરા આ વીડિયોમાં ખૂબસૂરત લાગી રહી છે. એક્ટ્રેસે ઓવરસાઇઝ કોટ અને લૂઝ પેન્ટ પહેર્યું છે અને તેનો બોડીગાર્ડ સતત તેને પ્રોટેક્ટ કરતો જાેવા મળે છે. એક યુઝરે કમેન્ટ સેક્શનમાં લખ્યું- તેનો બોડીગાર્ડ વિદેશી કેમ છે. તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરાને ભારત છોડ્યાને ઘણો સમય થઈ ગયો છે, પરંતુ તેની સાથે ફેન્સ સાથેનું કનેક્શન હજી પણ દિલથી છે. પ્રિયંકા ચોપરાના વિદેશી બોડીગાર્ડ રાખવા સામે કેટલાક લોકોએ વાંધો ઉઠાવ્યો હતો, જ્યારે મોટાભાગના લોકોનું માનવું હતું કે પ્રિયંકા ચોપરાનો બોડીગાર્ડ હોલીવુડ એક્ટર રેયાન રેનોલ્ડ્‌સ જેવો છે. લોકોએ કોમેન્ટ સેક્શનમાં કન્ફ્યુઝ હોવા વિશે લખ્યું છે. તમને જણાવી દઈએ કે રેનોલ્ડ્‌સ એ જ એક્ટર છે જેણે ફિલ્મ ‘ડેડપૂલ’માં લીડ રોલ પ્લે કર્યો હતો. તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરા હવે મોટાભાગે વિદેશમાં રહે છે અને તેનું ફોકસ હોલીવુડના પ્રોજેક્ટ્‌સ પર જ રહે છે, પરંતુ તે વચ્ચે તે ઇન્ડિયન પ્રોજેક્ટ્‌સ કરતી રહે છે. પ્રિયંકા ચોપરાની અગાઉની ભારતીય ફિલ્મોની વાત કરીએ તો તેની ફિલ્મ ‘ધ વ્હાઇટ ટાઇગર’ની ખૂબ જ ચર્ચા થઈ હતી.

File-01-Page-31.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *