Maharashtra

ફિલ્મ આરઆરઆરમાં રાજકુમારીનો રોલ કેટરીના કૈફની બહેન ઈસાબેલને મળ્યો હતો

મુંબઈ
એસએસ રાજામૌલીની ફિલ્મ ‘આર.આર.આર ’એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. ૨૫૭ કરોડની ઓપનિંગ કરનાર આ ફિલ્મે માત્ર ૩ દિવસમાં બોક્સ ઓફિસના ઘણા રેકોર્ડ તોડી નાખ્યા છે. ફિલ્મમાં જુનિયર એનટીઆર અને રામ ચરણ લીડ રોલમાં જાેવા મળી રહ્યા છે.આર.આર.આર માં, આલિયા ભટ્ટે ઓન-સ્ક્રીન રામ ચરણ સાથે જાેડી બનાવી છે. જ્યારે ઓલિવિયા મોરિસને જુનિયર એનટીઆરની ગર્લફ્રેન્ડ તરીકે બતાવવામાં આવી છે. જાે કે રિપોર્ટ્‌સનું માનવું છે કે, ફિલ્મ આર.આર.આર માટે ઓલિવિયા પહેલી પસંદ નહોતી. રાજકુમારીનો આ રોલ સૌપ્રથમ કેટરીના કૈફની બહેન ઈસાબેલ કૈફને ઓફર કરવામાં આવ્યો હતો. પરંતુ તેણે આ ફિલ્મનો ભાગ બનવાનો ઇનકાર કર્યો હતો.અહેવાલો અનુસાર,ઈસાબેલ કૈફને એક વિદેશીની ભૂમિકા ઓફર કરવામાં આવી હતી, જે ફિલ્મમાં જુનિયર એનટીઆર સાથે સ્ક્રીન સ્પેસ શેર કરવાની હતી. જાે કે, ઈસાબેલે ફિલ્મ કરવાનો ઇનકાર કર્યો હતો કારણ કે તે ફિલ્મની સ્ક્રિપ્ટ અને વિગતો જાણતી હતી. પરંતુ ઈસાબેલના ઈનકારને કારણે અભિનેત્રી ઓલિવિયા મોરિસ માટે ફાયદાકારક સાબિત થઈ. તમને જણાવી દઈએ કે, કેટરીના કૈફની બહેન ઈસાબેલ કૈફે બોલિવૂડમાં પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ ‘ટાઈમ ટુ ડાન્સ’થી કરી હતી. જાે કે ઈસાબેલની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ સાબિત થઈ નહોતી.બીજી તરફ રામ ચરણ અને જુનિયર એનટીઆરની ફિલ્મ આર.આર.આર ની વાત કરીએ તો આ ફિલ્મે વિશ્વભરમાં ૫૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ફિલ્મે તેના પ્રથમ દિવસના કલેક્શન સાથે ઘણા રેકોર્ડ તોડ્યા છે. ‘બાહુબલી’ પછી રાજામૌલીએ ફરી ‘આર.આર.આર ’થી ધમાલ મચાવી છે. ફિલ્મ જાેયા બાદ થિયેટરમાંથી બહાર આવતા લોકો તેના વખાણ કરતા થાકતા નથી.સાઉથ સુપરસ્ટાર જુનિયર એનટીઆર અને રામ ચરણ અભિનીત આ ફિલ્મમાં બોલિવૂડ કલાકારો આલિયા ભટ્ટ અને અજય દેવગન પણ મહત્વની ભૂમિકામાં જાેવા મળ્યા હતા.

RRR-3.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *