Maharashtra

ફિલ્મ લાઈગરના શૂટિંગનું છેલ્લું શેડ્યૂલ પૂર્ણ

 

,મુંબઈ
વિજય દેવેરાકોંડા તેની આગામી ફિલ્મ લાઈગરને લઈને ઘણા સમયથી ચર્ચામાં છે. તેના ચાહકો પણ આ ફિલ્મને મોટા પડદા પર જાેવા માટે ખૂબ જ ઉત્સુક છે તો તેના ચાહકોને ખુશ કરવાના સમાચાર આવ્યા છે. ફિલ્મના નિર્માતાઓ ટિઝર શેર કર્યું હતું. હવે લાંબા સમયથી ચાલી રહેલી ફિલ્મના શૂટિંગનું છેલ્લું શિડ્યુલ પણ પૂર્ણ થવા જઈ રહ્યું છે. વિજય દેવરાકોંડા તેની આગામી સ્પોર્ટ્‌સ ડ્રામા લિગર માટે સખત મહેનત કરી રહ્યો છે. ફિલ્મની કો-પ્રોડ્યુસર ચાર્મી કૌરે સોશિયલ મીડિયા પર સેટ પરથી એક તસવીર શેર કરીને આ જાણકારી આપી છે. તેણે સેટની તસવીર સાથે ‘ન્ટ્ઠજં ઙ્મીખ્ત ર્ક ઈંઙ્મૈખ્તીિ’ લખ્યું હતું. તેમની આ પોસ્ટ પર યુઝર્સ ખુશી વ્યક્ત કરી રહ્યા છે. આ સાથે તેઓ પોતાની કોમેન્ટ દ્વારા પણ પોતાની ઉત્સુકતા વ્યક્ત કરી રહ્યા છે. ડિસેમ્બર ૨૦૨૧માં નિર્માતાઓએ લાઈગરનું ટીઝર લોન્ચ કર્યું, જે લોકોને ઘણું પસંદ આવ્યું. ૫૩ સેકન્ડના આ ટીઝર વીડિયોમાં લાઈગર એટલે કે વિજય દેવરાકોંડાનો સંપૂર્ણ પરિચય જાેવા મળ્યો હતો. આ ફિલ્મમાં વિજય સાથે બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે જાેવા મળશે. આ પહેલીવાર છે જ્યારે વિજય દેવરાકોંડા અને અનન્યા પાંડેની કેમેસ્ટ્રી સ્ક્રીન પર જાેવા મળશે. આ ફિલ્મમાં ભારતીય સિનેમાની ફિલ્મમાં આંતરરાષ્ટ્રીય બોક્સર માઈક ટાયસનનો દેખાવ પણ ખાસ છે. જેની દર્શકો પણ રાહ જાેઈ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મની વાર્તા એક કિકની છે, જે મુંબઈની ઝૂંપડપટ્ટીમાં ઉછરે છે અને ચાની દુકાન ચલાવે છે. તે આજે આંતરરાષ્ટ્રીય સ્તર પર કેવી રીતે પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરે છે, પરંતુ આ સ્થાન સુધી પહોંચવા માટે તેને ઘણી મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો છે. આ ફિલ્મ ૨૨ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ રિલીઝ થશે. આ એક્શન ફિલ્મ પુરી જગન્નાથ દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે. આ ફિલ્મ કરણ જાેહરના ધર્મા પ્રોડક્શન હેઠળ બની છે. ફિલ્મ હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં રિલીઝ થશે.

Vijay-Devarakonda-Film-Liger-.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *