Maharashtra

બોમ્બે હાઇકોર્ટે પીડિતાની સાથે લગ્ન કરવાની શરત પર બળાત્કારના આરોપીને જામીન આપ્યા

મુંબઇ
બોમ્બે હાઇકોર્ટે પીડિતાની સાથે લગ્ન કરવાની શરત પર બળાત્કારના આરોપીને જામીન આપ્યા છે.હાઇકોર્ટે ૨૬ વર્ષના બળાત્કારના આરોપીને જામીન આપતા કહ્યું કે જાે પીડિતા મળે છે તો એક વર્ષની અંદર તેનાથી લગ્ન કરવા પડશે. મળતી માહિતી અનુસાર રેપ બાદ પીડિતા ગર્ભવતી બની ગઇ હતી અને તેણે એક બાળકને જન્મ આપ્યો હતો ત્યારબાદથી જ પીડિતા ગુમ છે.પોલીસનું કહેવુ છે કે તેને ટ્રેક કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે.ન્યાયમૂર્તિ ભારતી ડાંગરે માન્યું કે પીડિતા અને આરોપી બંન્ને વયસ્ક છે અને એક બીજાના પડોસી છે પીડિતા આરોપીને ૨૦૧૮થી જાણતી હતી બંન્ને સહમતિથી રિલેશનમાં હતાં તેમના સંંબંધની બાબતમાં પરિવારના લોકો પણ જાણતા હતાં અને લગ્ન માટે પણ તૈયાર હતાં પરંતુ ગર્ભવતીના છ મહીના બાદ આરોપીીએ તેની સાથે લગ્ન કરવાનો ઇન્કાર કરી દીધો હતો. કહેવાય છે કે મહિલાએ પોતાનું ઘર એટલા માટે છોડી દીધુ હતું કારણ કે તે પોતાની ગર્ભવતી હોવાની વાત ગુપ્ત રાખવા માંગતી હતી તેને ભય હતો કે લગ્ન કર્યા વિના ગર્ભવતી થવાથી તેના પરિવારની બદનામી થશે જયારે બાળકનો જન્મ ૨૭ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ થયો હતો ત્રણ દિવસ બાદ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી ત્યારબાદ મહિલાએ ત્રણ દિવસના બાળકોને મુંબઇના મરીન લાઇન્સ પર છોડી દીધો હતો. આ મામલામાં લોકમાન્ય તિલક માર્ગ પોલીસ સ્ટેશનમાં હિલાની વિરૂધ્ધ પણ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ન્યાયમૂર્તિ ડાંગરેનું માનવુ છે કે આજ કારણેથી તે ભાગી રહી છે મહિલાની ફરિયાદ પર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જાે કે મહિલા ગુમ છે આરોપીઓની હાજરી દરિયાન તેના વકીસે હાઇકોર્ટમાં સોગંદનામુ દાખલ કર્યું અને કહ્યું કે આરોપી પીડિતાની સાથે લગ્ન કરવા તૈયાર છે અને તેના બાળકને અપનાવવા માટે તૈયાર છે આરોપીના માતા પિતાએ પણ તેની પુષ્ટી કરી છે. તેના પર ન્યાયમૂર્તિએ કહ્યું કે પીડિતાએ જયારે કેસ દાખલ કરાવ્યો હતો ત્યારે તે સગીર હતી અને તેણે પણ કહ્યું હતું કે બંન્નેની વચ્ચે સહમતિથી સંબંધ બન્યા હતાં ન્યાયમૂર્તિએ આરોપીને જામન આપતા કહ્યું કે જાે પીડિતા એક વર્ષની અંદર મળી જાય છે તો તેને તેની સાથે લગ્ન કરવા પડશે.હાઇકોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે આરોપી એક વર્ષ બાદ પીડિતાથી લગ્ન કરવા માટે બંધાયેલો નથી

File-01-Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *