Maharashtra

ભારતનો પ્રથમ ટી ૨૦માં આયર્લેન્ડને ૭ વિકેટે હરાવ્યું

મુંબઈ
હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ભારતીય ટીમે રવિવારે આયર્લેન્ડમાં રમાયેલી બે મેચની શ્રેણીની પ્રથમ ્‌૨૦ૈ મેચમાં આયર્લેન્ડને સાત વિકેટે હરાવ્યું હતું. ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો ર્નિણય લીધો હતો તે પહેલા વરસાદના કારણે મેચ લગભગ બે કલાક અને ૨૦ મિનિટ વિલંબિત થઈ હતી. ત્યારબાદ વરસાદે આરામ લીધો હોવાથી, મેચની કુલ ઓવરોમાં એક બાજુ ૧૨ ઓવરની ઘટાડો કરીને મેચ ફરી શરૂ કરવામાં આવી હતી. પ્રથમ બેટિંગ કરવા આવતા, આયર્લેન્ડના બેટ્‌સમેન હેરી ટેક્ટરે છ છગ્ગા અને ત્રણ ચોગ્ગા સહિત તેના ૩૩ બોલમાં અણનમ ૬૫ રનની મદદથી સ્કોરબોર્ડ પર ૧૦૦થી વધુનો સ્કોર નોંધાવવામાં ટીમને મદદ કરી હતી. આ પહેલા આયર્લેન્ડનો દાવ ત્રણ વિકેટના નુકસાન સાથે ૨૨ રન પર સંઘર્ષ કરી રહ્યો હતો. આ બાદ વરસાદના કારણે મેચ વિલંબિત કરવામાં આવી હતી અને મેચ ફરી શરૂ થયા પછી, ભારતીય ટીમે ૯.૨ ઓવરમાં ૧૦૯ રનના ટાર્ગેટનો પીછો કરતાં સ્કોરબોર્ડ પર ત્રણ વિકેટ ગુમાવીને ૧૧૧ રન બનાવ્યા હતા. ઓપનિંગ બેટ્‌સમેન દીપક હુડ્ડાએ ૨૯ બોલમાં અણનમ ૪૭ રનની ઇનિંગ રમી હતી અને ક્રેગ યંગની સામે વિકેટ ગુમાવતા પહેલા ઇશાન કિશને ૧૧ બોલમાં ૨૬ રન બનાવ્યા હતા. કિશનના આઉટ થયા પછી તરત જ, સૂર્ય કુમાર યાદવને પણ ખાતું ખોલતા પહેલાં જ પાછા મોકલવામાં આવ્યો હ ર્ટી. ત્યારબાદ હાર્દિક પંડ્યા ક્રિઝ પર આવ્યો અને જાેશુઆ લિટલનો શિકાર બનતા પહેલા ૧૨ બોલમાં ૨૪ રનનું યોગદાન આપ્યું. મેચના અંતે દીપક હુડા (૪૭) અને દિનેશ કાર્તિક (૫) ક્રિઝ પર હતા અને સ્કોરેબોર્ડ પર ૯.૨ ઓવરમાં ભારતીય ટીમ માટે ૧૧૧ રન સાથે મેચ સમાપ્ત થઈ હતી. બોલિંગ વિભાગની વાત કરીએ તો, ભારતીય ટીમ ભુવનેશ્વર કુમાર અને યુઝવેન્દ્ર ચહલના પ્રદર્શનથી આયર્લેન્ડને સૌ નાના ટાર્ગેટમાં સીમિત કરવા પોતપોતાની ૩ ઓવરમાં એક-એક વિકેટ લીધી અને અનુક્રમે ૧૬ રન અને ૧૧ રન આપ્યા. આયર્લેન્ડઃ ૧૨ ઓવરમાં ૧૦૮/૪ ચહેરી ટેક્ટર ૬૪ (અણનમ); ભુવનેશ્વર કુમાર ૧/૧૬, યુઝવેન્દ્ર ચહલ ૧/૧૧)ૃ. ભારતઃ ૯.૨ ઓવરમાં ૧૧૧/૩ ચદીપક હુડા ૪૭ (અણનમ); ક્રેગ યંગ ૨/૧૮)ૃ.

file-01-page-24.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *