Maharashtra

મહારાષ્ટ્ર ઝુક્યું નથી અને ઝુકશે પણ નહિ ઃ સુપ્રિયા સુલે

મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના લોકસભા સાંસદ સુપ્રિયા સુલેએ મની લોન્ડરીંગના એક કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કાર્યવાહીને લઈને પ્રતિક્રિયા આપતા કહ્યુ કે, મહારાષ્ટ્ર કયારેય કેન્દ્ર આગળ ઝુકયું નથી અને ઝુકશે પણ નહિ.વધુમાં.મહારાષ્ટ્રના લોકસભા સાંસદે કહ્યું કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કાર્યવાહીથી આશ્ચર્ય પામી નથી. જાે કે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે કેન્દ્ર ભારતીય જનતા પાર્ટીના રાજકીય હરીફો સામે ‘દમનકારી’ રીતે તેની ‘મશીનરી’નો ઉપયોગ કરી રહ્યું છે. સુલેએ કહ્યુ કે,’એવું અપેક્ષિત જ હતુ..નવાબ ભાઈને પણ તેના વિશે અંદાજાે તો હતો જ. તેણે અગાઉ પણ એક વાર ટ્‌વીટ કર્યું હતું કે, ‘જાે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ તેના ઘરે આવશે તો તે તેના માટે ચા અને બિસ્કિટ તૈયાર રાખશે.આ સાથે સુલેએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પર પણ સવાલ ઉઠાવતા કહ્યુ કે’ શું તેણે કોઈ નોટિસ જાહેર કરી છે ? ત્યાંથી નીકળતા પહેલા તેણે મલિકના ઘરે નાસ્તો પણ કર્યો હશે,પરંતુ તેણે નોટિસ આપી નહોતી.’ દ્ગઝ્રઁના પ્રમુખ શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલેએ દાવો કર્યો છે કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા નોટિસ માત્ર વિરોધ પક્ષના નેતાઓને ડરાવવા માટે જ આપવામાં આવે છે.તેમણે ભાજપનુ નામ લીધા વગર જણાવ્યુ કે,એકવાર પોતાની પાર્ટી છોડયા બાદ તેમની પાર્ટીમાં ગયા બાદ બઘી નોટિસ ગાયબ થઇ જાય છે. એક સુનિશ્ચિત પાર્ટીના લોકોને પહેલેથી જ ખ્યાલ હોય છે કે કયા નેતા પર ક્યારે દરોડા પાડવામાં આવશે અથવા ક્યારે કોની ધરપકડ કરવામાં આવશે.’ વધુમાં સુલેએ જણાવ્યું કે,’ભાજપ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કાર્યવાહી માટે ટિ્‌વટરનો ઉપયોગ બહુ સારી રીતે કરવાનું જાણે છે. અમે શિવાજી મહારાજની સંસ્કૃતિમાં મોટા થયા છીએ. મહારાષ્ટ્ર ક્યારેય પણ કેન્દ્ર સરકાર આગળ ઝૂક્યું નથી અને ક્યારેય ઝૂકશે પણ નહી.તમને જણાવી દઈએ કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા મુંબઈના અંડરવર્લ્‌ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અને તેના સહયોગીઓ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં આજે મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકની આઠ કલાકની પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવતા રાજકીય માહોલ ગરમાયો છે.

Supriya-Sule.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *