Maharashtra

મહારાષ્ટ્ર વિધાનસભાના નવા સ્પીકર તરીકે બીજેપીના રાહુલ નાર્વેકર બન્યા

મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષની ચૂંટણીમાં ભાજપ અને મુખ્યમંત્રી એકનાથ શિંદે જૂથના ઉમેદવાર રાહુલ નાર્વેકરે જીત મેળવી છે. વિધાનસભામાં મત ગણતરીની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. વોટિંગમાં રાહુલ નાર્વેકરને બહુમતીનો આંકડો મળ્યો છે. રાહુલ નાર્વેકરની તરફેણમાં ૧૬૪ મત પડ્યા હતા. રાહુલ નાર્વેકરે વિપક્ષના ઉમેદવાર રાજન સાલ્વીને મોટા અંતરેથી હરાવ્યા છે. રાજન સાલ્વી બહુમતીના આંકડા સુધી પણ પહોંચી શક્યા નથી. જાેકે પહેલાથી જ એવી ધારણા હતી કે, મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષની ચૂંટણીમાં રાહુલ નાર્વેકર જીતશે. આંકડા તેમની તરફેણમાં હતા. રાહુલ નાર્વેકર મુંબઈની કોલાબા વિધાનસભાથી ભાજપના ધારાસભ્ય છે. વર્ષ ૨૦૧૯ માં, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા, તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જાેડાયા હતા. આ અગાઉ રાહુલ નાર્વેકર એનસીપી અને શિવસેના સાથે સંકળાયેલા છે. રાહુલ નાર્વેકર કોલાબાના ધારાસભ્ય છે. બીજેપીમાં જાેડાતા પહેલા તેઓ એનસીપી અને શિવસેના સાથે પણ ગાઢ સંબંધ ધરાવતા હતા. નોંધપાત્ર રીતે, રાહુલ નાર્વેકર દ્ગઝ્રઁના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્ર વિધાન પરિષદના અધ્યક્ષ રામરાજકે નાઈકના જમાઈ છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી ૨૦૨૦ના એક વર્ષ પહેલા, રાહુલ નાર્વેકર ભાજપમાં જાેડાયા હતા, ત્યારબાદ તેઓ ધારાસભ્ય બન્યા હતા અને હવે તેઓ મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર બન્યા છે. ઉલ્લેખનીય છે કે, શિવસેના અને એનસીપી સાથે સંબંધો તોડીને ભારતીય જનતા પાર્ટીમાં આવેલા રાહુલ નાર્વેકરે ૨૦૧૯ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી હતી. રાહુલ નાર્વેકરે વિધાનસભા ચૂંટણીમાં કોલાબાથી કોંગ્રેસના અશોક જગતાપને હરાવ્યા હતા. ભાજપના ધારાસભ્ય રાહુલ નાર્વેકરે ‘જય ભવાની, જય શિવાજી’, ‘જય શ્રી રામ’, ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ના નારા વચ્ચે મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર તરીકેનો કાર્યભાર સંભાળી લીધો છે. વિધાનસભા સ્પીકર ચૂંટણી જીત્યા બાદ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સહિત ઘણા નેતાઓએ રાહુલ નારવેકરને અભિનંદન પાઠવ્યા હતા.

File-01-Page-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *