મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે આજે ૧૧ વાગે વિધાનસભાનું વિશેષ સત્ર શરૂ થઈ ચૂક્યું છે. જ્યાં પ્રથમ દિવસે વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી થવાની છે. એકનાથ શિંદે સહિતના જૂથો વિધાનસભામાં પહોંચી ગયા છે તેમજ ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ પહોંચ્યા છે. મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ પદ માટે શિવસેનાના વિધાનસભ્ય રાજન સાલ્વીએ મહા વિકાસ અઘાડી (સ્ફછ) ના ઉમેદવાર તરીકે પોતાનું નામાંકન દાખલ કર્યું. આ પદ માટે આજે (૩ જુલાઈ) ચૂંટણી યોજાઈ રહી છે. બીજી તરફ પહેલીવાર ધારાસભ્ય બનેલા બીજેપી નેતા રાહુલ નાર્વેકરે શુક્રવારે આ પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. તમને જણાવી દઈએ કે રાહુલ નાર્વેકર મુંબઈની કોલાબા વિધાનસભાના ધારાસભ્ય છે, જ્યારે રાજન સાલ્વી રત્નાગિરીની રાજાપુર વિધાનસભાના ધારાસભ્ય છે. વિધાનસભાના અધ્યક્ષ પદ માટે આજે (રવિવારે) મતદાન થઈ રહ્યું છે. જ્યારે, નવા ચૂંટાયેલા સીએમ એકનાથ શિંદે ૪ જુલાઈએ વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરશે. શિંદેની કેબિનેટમાં ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ નાયબ મુખ્યમંત્રી છે. જ્યારે, શિવસેના, દ્ગઝ્રઁ અને કોંગ્રેસ મહાવિકાસ અઘાડી (સ્ફછ) ગઠબંધનનો ભાગ છે. ઉલ્લેખનીય છે કે, શિવસેનામાંથી એકનાથ શિંદેના બળવાને કારણે બુધવારે આ ત્રણેય પક્ષોની સરકાર પડી ગઈ હતી. ત્યારપછી બીજા જ દિવસે એકનાથ શિંદેએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. કોંગ્રેસના નેતા બાળાસાહેબ થોરાટે કહ્યું કે રાજન સાલ્વી રાષ્ટ્રપતિ પદ માટે વિપક્ષના ઉમેદવાર છે. જણાવી દઈએ કે જ્યારે રાજન સાલ્વીએ ઉમેદવારી પત્ર ભર્યું ત્યારે તેમની સાથે જયંત પાટીલ, ધનંજય મુંડે, અશોક ચવ્હાણ અને સુનીલ પ્રભુ સહિત ઘણા નેતાઓ હાજર હતા. સોમવારે યોજાનાર ફ્લોર ટેસ્ટ પહેલા આજે (રવિવારે) વિધાનસભામાં શિંદે જૂથની કસોટી થઈ રહી છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં જ્યારે સ્પીકરને લઈને મતદાન થયું ત્યારે શરૂઆતથી જ ભાજપના રાહુલ નાર્વેકરે લીડ મેળવી લીધી હતી. જે બાદ તેઓ કુલ ૧૬૪ વોટ મેળવીને જીત્યા હતા. તેમને બહુમત માટે ૧૪૪ વોટની જરૂર હતી. બીજી તરફ એમવીએ તરફથી નામાંકિત રાજન સાલ્વીને કુલ ૧૦૭ મત મળ્યા હતા. ખાસ વાત એ છે કે ભાજપના ઉમેદવારને પણ સ્દ્ગજી વતી વોટ આપવામાં આવ્યો હતો. જ્યારે, સપાના બે ધારાસભ્યો અને છૈંસ્ૈંસ્ના ધારાસભ્યોએ મતદાન કરવાનો ઇનકાર કર્યો હતો. ઝ્રઁૈં ધારાસભ્ય વિનોદ નિકોલેના સ્ફછની તરફેણમાં મતદાન કર્યું. મહારાષ્ટ્ર વિધાનસભામાં સ્પીકરની ચૂંટણી યોજાઈ હતી. સ્પીકર ચૂંટણીમાં વોટિંગથી સમાજવાદી પાર્ટી અલગ રહી હતી, તેઓએ વોટિંગ કર્યું નહોતું. સપાના બે ધારાસભ્યોએ કોઈને વોટ આપ્યો નહોતો. મહારાષ્ટ્ર વિધાનસભાની સ્પીકર ચૂંટણીમાં ભાજપ ગઠબંધનના ઉમેદવાર રાહુલ નાર્વેકરે જીત મેળવી છે. વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી જીતવા માટે ૧૪૫ મતોની જરૂર હતી. રાહુલ નાર્વેકરને અત્યાર સુધીમાં ૧૬૪ વોટ મળ્યા છે, જે જીતવા માટે જરૂરી ૧૪૫ વોટ કરતા ૧૯ વધારે છે. ભાજપના ઉમેદવાર રાહુલ નાર્વેકર મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર તરીકે ચૂંટાયા છે. નાર્વેકરની તરફેણમાં ૧૬૪ મત પડ્યા હતા. તેમણે બહુમતનો આંકડો પાર કરી લીધો છે. એક એક ધારાસભ્યને તેમનો મત પુછવામાં આવી રહ્યો છે. રાહુલ નાર્વેકર-રાજન સાલ્વીની વચ્ચે આ મુકાબલો છે. બીજેપીના રાહુલ નાર્વેકરના હક્કમાં અત્યાર સુધી ૧૧૬ને પાર. વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી માટે મતદાન થશે, પરંતુ સવાલ એ છે કે બળવાખોર ધારાસભ્યો કયા વ્હીપનું પાલન કરશે? શિવસેના દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ધારાસભ્યોને પાર્ટી વ્હીપનું ઉલ્લંઘન કરતાની સાથે જ ગેરલાયક ઠેરવી શકાય છે, જ્યારે શિંદે જૂથનો દાવો છે કે તેમની પાસે વધુ સંખ્યા છે, તેથી તેમના દ્વારા જાહેર કરાયેલ વ્હીપ જ માન્ય રહેશે. હવે સીએમ એકનાથ શિંદેએ વ્હીપ જાહેર કરીને તમામ ધારાસભ્યોને ભાજપના ઉમેદવારને મત આપવા જણાવ્યું છે. એકનાથ શિંદે જૂથે શિવસેનાને સંપૂર્ણપણે કબજે કરી લીધી છે. દરમિયાન આજે મહારાષ્ટ્રમાં સ્પીકર પદ માટે ચૂંટણી યોજાવાની છે ત્યારે અહીં હાજર શિવસેનાની ઓફિસને પણ સીલ કરી દેવામાં આવી છે. વિધાનસભાના અધિકારીઓનું કહેવું છે કે શિંદે જૂથને આ ઓફિસ સીલ કરવા માટે કહેવામાં આવ્યું છે.


