મુંબઈ
૨૬ ઓગસ્ટ, શુક્રવારે દુનિયાભરમાં મહિલા સમાનતા દિવસની ઉજવણી કરવામાં આવશે. મહિલા સમાનતા દિવસ યુનાઇટેડ સ્ટેટ્સ(ેંજી)ના બંધારણના ૧૯મા અમેન્ડમેન્ટને અપનાવવાના ઉપલક્ષે ઉજવવામાં આવે છે, જેના દ્વારા મહિલાઓને મત આપવાનો સમાન અધિકાર પ્રાપ્ત થયો હતો. માનવજાતની ઉત્ક્રાંતિ અને આધુનિક વિશ્વના વિકાસમાં સ્ત્રીઓનો સમાન ફાળો રહ્યો છે, છતાં સ્ત્રીઓને પુરૂષો જેટલો સમાન દરજ્જાે મેળવવા માટે સદીઓથી સંઘર્ષ કરવો પડ્યો છે. સમગ્ર વિશ્વમાં મહિલાઓ માટે સમાનતાનો હક મેળવવા માટેની લડાઈ ખુબ લાંબી રહી છે. કેટલાક તેમના લક્ષ્યમાં સફળ થયા છે, જ્યારે અન્ય હજુ પણ તે માટે લડી રહ્યા છે. મહિલાઓએ સમજમાં તેમનું યોગ્ય સન્માન મેળવવા માટે જે સંઘર્ષો સહન કર્યા છે, તેના સન્માનમાં અહીં કેટલીક ફિલ્મો વિશે વાત કરી છે જેમાં સ્ત્રીઓની સમાનતાની શોધ વિશે બતાવવામાં આવ્યું છે અને તેનાથી લોકોને પ્રેરિત થયા છે.
ચક દે! ઇન્ડિયાઃ ચક દે! ઇન્ડિયા એક એવી ફિલ્મ છે જે એકસાથે ઘણી બધી સામાજિક સમસ્યાઓનું નિરૂપણ કરે છે. આ ફિલ્મ દેશભક્તિ, મોટિવેશન અને રમતગમતની દુનિયામાં મહિલાઓ સાથે કેવું વર્તન કરવામાં આવે છે તેનું શ્રેષ્ઠ નિરૂપણ છે. જાે કે, મૂવીનું મુખ્ય કેન્દ્ર કબીર ખાનની આસપાસ છે, જે ભૂતપૂર્વ હોકી સ્ટાર છે, જે પોતાના દેશ સાથે દગો કરનાર વ્યક્તિ તરીકે કલંકિત છે અને તે કેવી રીતે રાષ્ટ્ર પ્રત્યેની તેની વફાદારી સાબિત કરવા માટે ભારતીય મહિલા રાષ્ટ્રીય હોકી ટીમને કોચિંગ આપવાનું શરૂ કરે છે. ફિલ્મમાં બીજી એક બાબત વિશે વાત કરવામાં આવી છે કે કેવી રીતે કબીર (શાહરૂખ) સ્પોર્ટ્સમાં મહિલાઓ પ્રત્યેના વલણમાં પરિવર્તન લાવે છે. ચક દેમાં શાહરૂખ નું પાત્ર દંગલમાં આમિરખાનના પાત્ર જેવું જ છે.
ઇંગ્લીશ વિંગ્લિશઃ મહત્વાકાંક્ષાઓ, ધ્યેયો અને સફળતાની પળોજણમાં એવી ઘણી બાબતો છે, જેના પર આપણે ધ્યાન આપતા નથી અને તેમાંથી એક છે માતા. દુર્ભાગ્યે, જે વ્યક્તિ નિસ્વાર્થપણે સારસંભાળ કરે છે, સાથ આપે છે અને પ્રેમ આપે છે, તેની અવગણના થાય છે. ઇંગ્લિશ વિંગ્લિશ એ જ દર્શાવે છે. શશી, એક ગૃહિણી અને કેટરર, જેની અંગ્રેજી ન જાણતા હોવાને કારણે સામાન્ય રીતે તેના પરિવાર દ્વારા મજક ઉડાવવામાં આવે છે તેની વાર્તા છે. તેણીની પોતાની આગવી ઓળખ બનવાની અને માતા તેમજ પત્ની તરીકેના તેના મૂલ્યોને સન્માન આપવાની લડત વિશે વાત રજૂ કરવામાં આવી છે.
થપ્પડઃ “થપ્પડ”, ફિલ્મ એ તમામ પ્રકારના લોકો માટે સાચે જ થપ્પડ છે, જેઓ તેમની દીકરીઓ, બહેનો અને પત્નીઓને સમજાવે છે કે સ્ત્રીઓએ જ લગ્ન અને ઘર બચવા માટે અન્યોને માફી આપવી જાેઈએ અને બલિદાન કરવું જાેઈએ. અમૃતાની વાર્તા એ ભારતની લગભગ દરેક ગૃહિણીની વાર્તા છે. સ્ત્રીઓને હંમેશા ‘જવા દેવા’ નું મહત્વ સમજાવવાની સંસ્કૃતિ સમાજમાં ચાલી આવી છે જ્યારે અમૃતા કહે છે, “બાત બસ એક થપ્પડ કી હૈ, લેકિન વો નહીં માર સકતા.”
દિલ ધડકને દો ઃ મેહરા પરિવાર તેમની ક્રૂઝ ટ્રીપમાં જીવનની જે બાબતો શીખે છે તે વિશે આ ફિલ્મ છે. પરંતુ એક શીખ કે જેના માટે ફિલ્મની વ્યાપકપણે પ્રશંસા કરવામાં આવે છે, તે છે જ્યારે સની (ફરહાન અખ્તર) આયેશાના પતિને શીખવે છે કે જાે તેઓ (આયેશા અને તેના પતિ) સમાન છે તો આયેશા જે કરવા માંગે છે, તે કરવા માટે તેને ક્યારેય તેની(પતિની) પાસેથી પરવાનગીની જરૂર હોવી ન જાેઈએ. આયેશા (પ્રિયંકા ચોપરા)નું પાત્ર અને વાર્તા બને નોંધપાત્ર છે, જે પરિવારોમાં છોકરીઓ સાથે વણકહી રીતે થતા અલગ વર્તનની રજૂઆત કરે છે.
પિન્ક ઃ “નો એટલે ના” એમ એક સબળ સંદેશ આપતી, પિંક એક એવી ફિલ્મ છે જે દરેકને આત્મનિરીક્ષણ કરવા માટે મજબુર કરે છે. મીનલ (તાપસી પન્નુ) તેના મિત્રોની મદદથી રાજકારણીના ભત્રીજા દ્વારા કરવામાં આવેલ હેરાનગતિ બાબતે હ્લૈંઇ કરવાનો પ્રયાસ કરે છે. દીપક, એક નિવૃત્ત વકીલ તેમની મદદે આવે છે અને કોર્ટમાં જયારે તથ્યોને મરોડીને રજુ કરવામાં આવે ત્યારે તેનો પ્રભાવી રીતે બચાવ કરે છે.
ઓન ધ બેસિસ ઓફ સેક્સ ઃ આ ફિલ્મ અમેરિકન કાનૂની ઈતિહાસની સૌથી નોંધપાત્ર મહિલાઓમાંની એકની વાર્તાને સુંદર રીતે રજૂ કરે છે. રુથ બેડર ગિન્સબર્ગ ની જીવનની સાચી કહાની, સમાન અધિકારો માટેની તેણીની લડત, અને એક પ્રસિદ્ધ કારકિર્દીના શરૂઆતના સમયમાં સોલ્વ કરેલા કેસ જેના પરિણામે યુનાઇટેડ સ્ટેટ્સ સુપ્રીમ કોર્ટના એસોસિયેટ જસ્ટિસ તરીકે તેણીની નિમણૂંક અને પછીથી કાયમી પોસ્ટિંગ થઈ હતી.
હિડન ફિગર્સ ઃ આ ફિલ્મ અશ્વેત સમુદાયના પડકારોની ચર્ચા કરે છે, જેમ કે કાર્યસ્થળે ભેદભાવ અને તેમની સફળતાને શ્વેત લોકોની સાપેક્ષમાં હીન ગણવાની ભાવના. “હિડન ફિગર્સ” કેથરીન જાેન્સન (તારા પી. હેન્સન), ડોરોથી વોન (ઓક્ટાવીયા સ્પેન્સર), અને મેરી જેક્સન (જેનેલ મોને)ની અસાધારણ, અજાણી વાર્તાનું વર્ણન કરે છે. જે ત્રણ તેજસ્વી આફ્રિકન-અમેરિકન મહિલાઓ છે, જેમણે દ્ગછજીછ માટે કામ કર્યું હતું અને અવકાશયાત્રી જ્હોન ગ્લેનના ઓર્બિટલ લોન્ચ માટે જવાબદાર હતા. એક અદભૂત સિદ્ધિ જેણે સ્પેસ રેસનો રસ્તો બદલી નાખ્યો હતો. વંશ અને જાતિની મર્યાદાઓથી આગળ વધી ગયેલા આ ત્રણનું પ્રેરણાદાયી જૂથ આ ફિલ્મ દ્વારા ઘણા લોકોને પ્રેરણા આપે છે.
નોર્થ કન્ટ્રી ઃ આ ફિલ્મ જેન્સન વિ. એવેલેથ માઈન્સ નું ફિક્શનલ નાટકીયકરણ છે. જેન્સન એવેલેથ માઇન્સ કે જે અમેરિકન ઈતિહાસમાં પ્રથમ નોંધપાત્ર સફળ જાતીય સતામણીનો કેસ, જેમાં ખાણિયા તરીકે કામ કરતી વખતે વિવિધ પ્રકારના દુર્વ્યવહારનો ભોગ બનેલી એક મહિલાએ ૧૯૮૪માં તે બાબતે ફરિયાદ નોંધાવી હતી. ફિલ્મ જાેસી એમ્સ વિશે વાત કરે છે. એમ્સ, જે લાંબા સમય સુધી દુર્વ્યવહાર સહન કર્યા પછી તેના પતિને છોડી દે છે. તેના બે બાળકો, સેમી અને કેરેનનું ભરણપોષણ કરવા માટે તે ખાણમાં કામ કરવાનું શરૂ કરે છે, પરંતુ તેના પિતા વાંધો ઉઠાવે છે અને બાદમાં તેને જાતીય સતામણીનો ભોગ પણ બનવું પડે છે.
કન્ફર્મેશન ઃ ૨૦૧૬ની અમેરિકન પોલિટિકલ થ્રિલર ટેલિવિઝન મૂવી ‘કન્ફર્મેશન’ રિક ફામુઇવા દ્વારા લખવામાં અને નિર્દેશિત કરવામાં આવી હતી. અનિતા હિલે સુપ્રીમ કોર્ટની નોમિનેશન સુનાવણી દરમિયાન જે દાવો કર્યો હતો કે ક્લેરેન્સ થોમસે તેણીની જાતીય સતામણી કરી હતી. એ અંગેના વિવાદની ગંભીરતા રજુ કરે છે.


