Maharashtra

માનુષી છિલ્લરને ‘બડે મિયાં છોટે મિયાં’ ફિલ્મમાં લીડ માટે પસદ કરવામાં આવી

મુંબઈ
સૌ કોઈ જાણે છેકે, બોલીવુડમાં ખેલાડી તરીકે જાણીતા અક્ષય કુમાર એક વર્ષમાં પાંચથી સાત ફિલ્મો કરી લે છે. બીજા સ્ટાર્સ જ્યારે એક ફિલ્મ પાછળ બે-ત્રણ વર્ષ કાઢી નાંખે છે એવામાં અક્ષય એટલાં સમયમાં એક ડઝન કરતા વધારે ફિલ્મો પુરી કરી નાંખે છે. ત્યારે બોલીવુડનો આવો જબરદસ્ત ખેલાડી ફરી એકવાર બોક્સ ઓફિસ પર ધમાલ મચાવવા આવી રહ્યો છે. આ વખતે અક્ષયની સાથે આ ફિલ્મમાં હશે ટાગર શ્રોફ અને માનુસી છિલ્લર. અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની આગામી ફિલ્મ બડે મિયાં છોટે મિયાં વિશે એક નવું અપડેટ સામે આવ્યું છે. અહેવાલ છે કે માનુષી છિલ્લરને ફિલ્મમાં લીડ તરીકે ફાઈનલ કરવામાં આવી છે. થોડા સમય પહેલા નિર્માતાઓએ બડે મિયાં છોટે મિયાંની જાહેરાત કરી હતી. ત્યારથી લોકોમાં આ ફિલ્મને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે. જાેકે ફિલ્મની લીડ એક્ટ્રેસની હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ઐશ્વર્યા રાય, પ્રિયંકા ચોપરા પછી માનુષી છિલ્લર મિસ વર્લ્ડનો ખિતાબ જીતીને ફિલ્મી દુનિયામાં પગરણ માંડી રહી છે. તેણે અક્ષય કુમારની ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’થી ફિલ્મી દુનિયામાં ડેબ્યૂ કર્યું હતું. જાે કે, આ ફિલ્મ ખાસ કમાલ ન કરી શકી. પરંતુ દર્શકોને માનુષીનો અભિનય પસંદ આવ્યો. આ ફિલ્મે માનુષી માટે ફિલ્મી દુનિયાના દરવાજા ખોલી દીધા. માનુષી છિલ્લરને ફિલ્મની મુખ્ય અભિનેત્રી તરીકે સાઈન કરવામાં આવી છે. આ ફિલ્મમાં ત્રણ મુખ્ય ભૂમિકાઓ હશે અને નિર્માતાઓએ ત્રણમાંથી એક પાત્ર ભજવવા માટે માનુષીને તૈયાર કરી છે. તે આ એક્શન ઓરિએન્ટેડ ફિલ્મમાં અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફ સાથે જાેડાવા માટે તૈયાર છે. ખિલાડી કુમાર અને ટાઈગર શ્રોફ બંને બોલિવૂડમાં તેમના જબરદસ્ત એક્શન માટે જાણીતા છે. ત્યારે ફિલ્મની જાહેરાત બાદથી ચાહકો આ એક્શન કોમેડી માટે ખૂબ જ ઉત્સાહિત છે. મીડિયા રિપોર્ટ્‌સનું માનીએ તો ફિલ્મ આવતા વર્ષે ડિસેમ્બર ૨૦૨૩માં રિલીઝ થશે. ટીમ આ ફિલ્મનું ૧૦૦ દિવસ સુધી વિશ્વભરના અલગ-અલગ સ્થળોએ શૂટિંગ કરશે. અક્ષય અને ટાઈગરની આ ફિલ્મ ૫ ભાષાઓ હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં રિલીઝ થશે. આ ફિલ્મનું ટીઝર પહેલા જ રિલીઝ થઈ ગયું છે. આ પહેલીવાર હશે જ્યારે ટાઇગર અક્ષય કુમાર સાથે જાેવા મળશે.

File-01-Page-34.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *