Maharashtra

મારા નામે ચીટિંગ કરતાં કાસ્ટિંગ એજન્ટ્‌સ સામે એલર્ટ રહોઃ એકતા

મુંબઈ
એકતા કપૂરની કંપની બાલાજી ટેલિફિલ્મ્સ લિમિટેડ અને અલ્ટ ડિજિટલ એન્ટરટેઈનમેન્ટ દ્વારા એક સ્ટેટમેન્ટ ઈશ્યૂ કરાયું છે. જેમાં જણાવાયું છે કે, તેઓ એક્ટર્સ પાસેથી ક્યારેય નાણા માગતા નથી. કાસ્ટિંગ માટે કોઈ શંકાસ્પદ કોલ આવે તો તરત જ કંપનીને જાણ કરવા એસ્પાયરિંગ એક્ટર્સને જણાવાયું છે. બાલાજી ટેલિફિલ્મ્સ અને અલ્ટ ડિજિટલના કાસ્ટિંગ એજન્ટ્‌સ હોવાનો દાવો કરીને કેટલીક એજન્સીએ બનાવટી દસ્તાવેજાે બનાવ્યા છે. આવી એજન્સીઝ દ્વારા છેતરપિંડી થતી હોવાનું ધ્યાનમાં આવતાં બાલાજી ટેલિફિલ્મ્સ લિમિટેડ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. વધુમાં જણાવાયું છે કે, કોઈ વ્યક્તિ આવી બનાવટી એજન્સીનો ભોગ બને તો તેના માટે એકતા કપૂર કે તેમની કંપનીઓ જવાબદાર રહેશે નહીં. ફિલ્મ અને ટેલિવિઝન શો પ્રોડ્યુસર એકતા કપૂરે બનાવટી કાસ્ટિંગ એજન્સી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોતાના નામનો ઉપયોગ કરી એક્ટર્સને કોલ કરનારા અને નાણાં પડાવનારા એજન્ટ્‌સ સામે એલર્ટ રહેવા તેણે જણાવ્યું છે. એકતાના પ્રોડક્શન્સમાં રોલની લાલચ આપીને સ્ટ્રગલિંગ એક્ટર્સ સાથે છેતરપિંડી થતી હોવાનું ધ્યાનમાં આવતાં એકતા કપૂર ગુસ્સે ભરાઈ છે.

File-01-Page-29.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *