Maharashtra

મુંબઈમાં બિઝનેસમેનની ઓફિસે જીએસટી વિભાગની રેડ

મુંબઈ
દેશમાં જીએસટી વિભાગ દરેક રાજ્યમાં મોટા કરચોરોને ત્યાં માહિતી મુજબ રેડ પાડી રહી છે અને તેમાં જીએસટી વિભાગના અધિકારીઓને સફળતા પણ મળી રહી છે ત્યારે મુંબઇના કાલબાદેવી વિસ્તારમાં ય્જી્‌ ડિપાર્ટમેન્ટને મોટી સફળતા મળી છે. અહીં એક બિઝનેસમેનની ઓફિસમાંથી ફ્લોર નીચે લગભગ ૧૦ કરોડ રૂપિયાની કેસ મળી આવી છે. આરોપી બિઝનેસમેન પોતાના ઓફિસની ટાઇલ્સની નીચે જગ્યા પર નોટો છુપાવી રાખી હતી. આ મામલે જીએસટી વિભાગની આગળની કાર્યવાહી ચાલુ છે. તો બીજી તરફ અધિકારીઓએ આ રેડ દરમિયાન ૧૦ કરોડની કેશ મળવાની પુષ્ટિ કરી છે. આ મોટા રેડ સાથે સંકળાયેલો એક વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે. અધિકારીઓનું એ પણ કહેવું છે કે તેમણે ચામુંડા બુલિયનમાં ૬’૬ ફૂટ આકારના કેમેરાથી લગભગ ૯ કરોડ ૭૮ લાખ રૂપિયા કેશ સાથે ત્યાંથી ૧૯ કિલો ચાંદીની ઇંટો પણ મળી આવી હતી. આરોપી કારોબારીના બિઝનેસમાં નાણાકિય અનિયમિતતાઓની શંકા હોવાના લીધે ખૂબ લાંબા સમયથી વિભાગના રડાર પર હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *