મુંબઈ
આઈપીએલ ૨૦૨૨ની સિઝનમાં હવેથી ૮ ને બદલે ૧૦ ટીમો રમશે. જેના માટે ૧૨ અને ૧૩ ફેબ્રુઆરીના રોજ મેગા ઓક્શન થવા જઇ રહ્યું છે. આ મેગા ઓક્શનમાં ૫૯૦ ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવશે. તમને જણાવી દઇએ કે આ મેગા ઓક્શનમાં હૈદરાબાદ ટીમે કેન વિલિયમસન, અબ્દુલ સમદ અને ઉમરાન મલિકને રિટેન કર્યા છે. આમ હાલ ટીમ પાસે પર્સમાં ૬૮ કરોડની રકમ બાકી છે.ઇન્ડિયન પ્રીમિયર લીગની ફ્રેન્ચાઈઝી સનરાઈઝર્સ હૈદરાબાદે આગામી આઈપીએલ ૨૦૨૨ની સિઝન પહેલા પોતાની નવી જર્સી લોન્ચ કરી છે. આઈપીએલ ૨૦૨૨ની સિઝન માર્ચના અંતિમ સપ્તાહમાં શરૂ થવાની સંભાવના છે તો આઈપીએલનું મેગા ઓક્શન ૧૨ અને ૧૩ ફેબ્રુઆરીના રોજ બેંગલોરમાં આયોજીત થશે. સનરાઈઝર્સ હૈદરાબાદે ૯ ફેબ્રુઆરીના રોજ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર નવી જર્સી અને કિટ લોન્ચ કરી હતી. જાેકે હેદરાબાદે નારંગી અને કાળા રંગને પોતાના મુળ સંયોજન તરીકે રાખ્યો છે. કારણ કે ટીમની ઓળખાણ પણ આજ રંગથી છે. જાેકે નવી જર્સી પહેલાની જર્સી કરતા ઘણી સારી જાેવા મળી રહી છે. હૈદરાબાદ ટીમની આ નવી જર્સી અને કીટની વાત કરીએ તો તેમાં કાળા આસ્તીન પર નારંગી કલરનો છંટકાવ કરવામાં આવ્યો છે તો સારા નારંગી કલરને ગળાના ભાગે અને કોલરના ભાગે ઘાંટા કાલા કલરથી રંગવામાં આવ્યો છે. ટિ્વટર પર નવી જર્સી લોન્ચ કરતી વખતે હૈદરાબાદે લખ્યું છે કે, ‘હાજર છે અમારી નવી જર્સી. નારંગી સેના માટે નારંગી કવચ.’ આ વચ્ચે આઈપીએલમાં નવી આવેલી અમદાવાદ ફ્રેન્ચાઇઝીએ પોતાનું નામ ‘ગુજરાત ટાઇટન્સ’ રાખ્યું છે. જેની આજે સ્ટાર સ્પોર્ટ્સ પર જાહેરાત કરવામાં આવી હતી તો બીજી નવી ટીમ લખનઉની છે, જેનું નામ લખનઉ સુપર જાયંટ્સ રાખવામાં આવ્યું છે.
