મુંબઈ,
અયાન મુખર્જીના ડિરેક્શનમાં બનેલી ૪૧૦ કરોડની ‘બ્રહ્માસ્ત્ર’ પહેલા દિવસથી જ કમાણી મામલે રેકોર્ડ બનાવી રહી છે. શુક્રવાર ૯ સપ્ટેમ્બરના રોજ રિલીઝ થયેલી ‘બ્રહ્માસ્ત્ર’એ પહેલા દિવસે કમાણીના અનેક રેકોર્ડ તોડ્યા છે. ફિલ્મે ઓપનિંગ ડે પર ઇન્ડિયામાં ૩૫ કરોડનું કલેક્શન કર્યું છે. ગ્લોબલ બિઝનેસ ગ્રોસ ૭૫ કરોડ રૂપિયાનો રહ્યો છે. તો બીજી દિવસે એટલે કે શનિવારે ફિલ્મે વધુ ૮૫ કરોડનો બિઝનેસ કર્યો છે. આ રીતે કલેક્શન ૧૬૦ કરોડથી વધી ગયું છે. કોરોના મહામારી પછી આ પહેલી હિન્દી ફિલ્મ છે, જે માત્ર બે દિવસમાં કમાણીના મામલે આ લેવલ સુધી પહોંચી છે. ભૂલ ભુલૈયા-૨નું ઓવરઓલ કલેક્શન ૨૬૬.૮૮ કરોડ રહ્યું છે. અયાન મુખર્જીના ડિરેક્શનમાં બનેલી ૪૧૦ કરોડની ‘બ્રહ્માસ્ત્ર’એ ૩૬ કરોડની કમાણી કરી છે. રણબીરની છેલ્લે રિલીઝ થયેલી છ ફિલ્મમાંથી ‘બ્રહ્માસ્ત્ર’ પહેલા દિવસે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મમાં રણબીર-આલિયા ઉપરાંત નાગાર્જુન, અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, મૌની રોય મહત્ત્વના રોલમાં છે. તે જ સમયે, ટ્રેડ પંડિતોના જણાવ્યા અનુસાર, ફિલ્મ તેના વીકએન્ડના અંતે ૨૫૦ કરોડ સુધીનું કલેક્શન કરી લેશે. અયાન મુખર્જીના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ ૯ સપ્ટેમ્બરના રોજ ભારતમાં ૫૦૧૯ સ્ક્રીન્સ પર તથા વિદેશમાં ૩૮૯૪ સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે. ફિલ્મના ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સ સ્ટાર સ્ટુડિયોની પાસે છે. આ ફિલ્મ વર્લ્ડવાઇડ ૮૯૧૩ સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી છે.


