Maharashtra

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ એપ્રિલમાં લગ્ન કરી શકે છે

મુંબઈ
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આ વર્ષે એપ્રિલ મહિનામાં સાત જન્મના સાત ફેરા લઈ શકે છે. બૉલીવુડ ઈન્ડસ્ટ્રીમાં હાલમાં જાેરદાર ચર્ચા છે કે રણબીર અને આલિયા એપ્રિલ ૨૦૨૨માં લગ્ન કરવા જઈ રહ્યા છે. થોડા દિવસો પહેલા રણબીર કપૂરની માતા નીતુ કપૂર સેલિબ્રિટી ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના સ્ટોર પર જાેવા મળી હતી. આટલું જ નહીં, મનીષ નીતુ કપૂરના ઘરે પણ જાેવા મળ્યો છે. આલિયાના ફેન્સ અત્યારે દ્રઢપણે માની રહ્યા છે કે, કપૂર પરિવાર તેમની પુત્રવધૂને ઘરે લાવવાની જાેરશોરથી તૈયારી કરી રહ્યો છે. પહેલા એવા સમાચાર હતા કે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્ન હાલ પૂરતા મુલતવી રાખવામાં આવ્યા છે અને બંને આ વર્ષે ઓક્ટોબર મહિનામાં લગ્ન કરશે, પરંતુ હવે એવું જણાઈ રહ્યું છે કે આ સ્ટાર કપલ ઓક્ટોબરમાં નહીં પરંતુ આગામી મહિને એટલે કે એપ્રિલમાં લગ્ન કરશે. તાજેતરમાં સ્ટાર કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ફેશન ડિઝાઇનર બીના કન્નનને મળ્યા અને એક ફોટો માટે પોઝ આપ્યો હતો. જે જાેયા બાદ તેમના ચાહકો કહી રહયા છે કે, વેડિંગ બેલ્સ બહુ જલ્દી વાગશે. ઇન્સ્ટાગ્રામ પર ફેશન ડિઝાઈનર બીનાએ આ બંને કલાકારો સાથેની એક તસવીર શેર કરી હતી, જેના કારણે ચાહકો અનુમાન કરી રહ્યા છે કે શું આ સ્ટાર કપલ ટૂંક સમયમાં લગ્ન કરી રહ્યું છે. બીના એક કંપનીની લીડ ડિઝાઇનર છે જે બ્રાઇડલવેરમાં નિષ્ણાત છે. ઇન્સ્ટાગ્રામ પર ગત શુક્રવારે શેયર કરાયેલા ફોટામાં, આલિયાએ ફ્લોરલ પ્રિન્ટવાળા સફેદ આઉટફિટમાં બીનાની બાજુમાં પોઝ આપ્યો હતો. તેણીએ તેના વાળ ઓપન રાખ્યા હતા. જયારે રણબીર કપૂર આલિયાની બાજુમાં નેવી બ્લુ શર્ટ અને ડેનિમમાં ફેશનેબલ લાગી રહ્યો હતો. આ પોસ્ટ અત્યારે સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહી છે. જેમાં એક ચાહકે લખ્યું, “શું લગ્નની ઘંટડીઓ વાગી રહી છે?” અન્ય વ્યક્તિએ કહ્યું, “તે લગ્નની ખરીદી જેવું લાગે છે.” અન્ય એક ચાહકે ટિપ્પણી કરી, ” લગ્ન ક્યારે છે?” અન્ય એક યુઝરે લખ્યું કે, ”આલિયા તારી આંખો ખુલ્લી રાખ.” આલિયા અને રણબીર વર્ષ ૨૦૧૭થી રિલેશનશિપમાં છે. તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં આલિયાએ કહ્યું હતું કે, “જ્યારે લોકો મને એક સતત પ્રશ્ન પૂછે છે કે – તમે ક્યારે લગ્ન કરી રહ્યા છો? સૌપ્રથમ, તે કોઈનો મામલો નથી, અને બીજું, જાે તમે મને પ્રામાણિકપણે પૂછો તો, લગ્ન એ મનની સ્થિતિ છે અને મારા સંબંધમાં હું જે શાંતિ અનુભવું છું તેના સંદર્ભમાં હું અનુભવું છું. હું પહેલેથી જ ત્યાં છું. તેથી, ચાલો આગળ વધીએ, અને જ્યારે પણ તે થવાનું છે, તે મારી ઇચ્છાઓ અને તેની ઇચ્છાઓ અનુસાર થશે. લગ્ન એ સમય લેતી બાબત છે.” “જાે તમે મને પ્રામાણિકપણે પૂછો કે હું ક્યારે લગ્ન કરીશ, તો સારું, મારા મગજમાં હું પહેલેથી જ તેની સાથે લગ્ન કરી ચૂકી છું. જ્યારે મેં તેને પહેલીવાર સ્ક્રીન પર જાેયો ત્યારે તે જ દિવસે મેં નક્કી કર્યું કે હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું. ત્યારે હું એક મીઠી છોકરી હતી. તાજેતરમાં, આલિયા અને રણબીર સાથે મળીને તેમની પ્રથમ ફિલ્મ બ્રહ્માસ્ત્રનું અંતિમ શેડ્યૂલ પૂર્ણ કરવા વારાણસીમાં હતા. શૂટિંગ સ્થળેથી આ સ્ટાર કપલની કેટલીક તસવીરો વાયરલ થઇ હતી.

Alia-Bhatt-and-Ranbir-Kapoors.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *