Maharashtra

રામ સેતુ નું ગીત જય શ્રી રામ થયું રિલીઝ, થયું વાયરલ

મુંબઈ
અક્ષય કુમારની આગામી ફિલ્મ રામ સેતુનું ગીત જય શ્રી રામ રિલીઝ થયું છે. આ ગીત હાલ જાેરદાર વાયરલ થઇ રહ્યું છે. રામ સેતુમાં અક્ષય કુમાર સાથે સાથે નુસરત ભરૂચા અને જેકલિન ફનાર્ન્ડિસ પણ જાેવા મળશે. આ ગીતમાં ફિલ્મના સિનોપ્સિસની ઝલક પણ જાેવા મળી હતી. ગીતમાં રામ સેતુ સાથે જાેડાયેલી સ્ટોરી પણ જાેવા મળે છે. આ ગીતમાં રામ સેતુની શોધ કરવામાં આવી રહી છે. આ માટે વિજ્ઞાનનોઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અક્ષય કુમાર એક ગીતમાં પાણીની અંદર જાય છે અને રહસ્ય જાણવાનો પ્રયાસ કરે છે. અક્ષય કુમારજંગલો, પર્વતો અને પાણીમાં રામ સેતુ સાથે જાેડાયેલા રહસ્યો શોધતો જાેવા મળે છે. આ ગીત ગુરુવારના રોજ રિલીઝ કરવામાં આવ્યું છે. ગીતના બોલ જય શ્રી રામ છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર પુરાતત્વવિદની ભૂમિકા ભજવી રહ્યો છે. આ ગીત વિક્રમ મોન્ટ્રોસે ગાયું છે. ગીતશેખર અસ્તિત્વ દ્વારા લખવામાં આવ્યું છે. રામ સેતુનું નિર્દેશન અભિષેક શર્માએ કર્યું છે. આ ફિલ્મ ૨૫ ઓક્ટોબરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ રામાયણમાં વર્ણવેલા રામ સેતુની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. આ પુલનો ઉપયોગ કરીને ભગવાન શ્રી રામ લંકા જવારવાના થયા હતા અને રાવણનો વધ કર્યો હતો અને માતા સીતાને બચાવી લીધા હતા. આ ગીતને યુટ્યુબ પર ૪ લાખ ૪૪ હજારથી વધુ વ્યુઝ મળ્યા છે. આવા સમયે, આના પર સાડા ૪ હજાર ટિપ્પણીઓ કરવામાં આવી છે. અક્ષય કુમાર એક ફિલ્મ અભિનેતા છે. તેણે ઘણી ફિલ્મોમાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમની ફિલ્મોને ખૂબ પસંદ કરવામાં આવી હતી. તેછેલ્લે રક્ષાબંધન ફિલ્મમાં જાેવા મળ્યો હતો.

File-01-Page-30-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *