Maharashtra

લાલસિંહ ચઢ્ઢા ફિલ્મની સ્ટોરી સાંભળી આમિર ખાને માત્ર ૩૦ સેકન્ડમાં જ હા પાડી હતી

મુંબઈ
આમિર ખાનની ફિલ્મ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં દસ્તક આપવા જઈ રહી છે. આમિર અને ફિલ્મની આખી ટીમ આ દિવસોમાં ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મનું ટ્રેલર ૈંઁન્ ૨૦૨૨ની ફાઈનલ મેચ દરમિયાન રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ ટોમ હેન્ક્‌સ અભિનીત પ્રખ્યાત હોલીવુડ ફિલ્મ ફોરેસ્ટ ગમ્પનું હિન્દી રૂપાંતરણ છે. અતુલને હોલીવુડ ફિલ્મની મૂળ સ્ક્રિપ્ટના હિન્દી રૂપાંતરણ માટે કહેવામાં આવ્યું હતું. ફિલ્મ પર કામ ઘણા વર્ષો પહેલા શરૂ થયું હોવાનું કહેવાય છે, પરંતુ લાલ સિંહ ચઢ્ઢા માટે સ્ટાર કાસ્ટની પસંદગીથી લઈને અન્ય કામ પૂર્ણ કરવામાં ૧૦ વર્ષથી વધુ સમય લાગ્યો હતો. અતુલે બોલિવૂડ સીઝનને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું, “આ ફિલ્મની સફર ઘણી લાંબી છે. મેં લગભગ ૧૦ વર્ષ પહેલા તેના પર કામ કરવાનું શરૂ કર્યું હતું. પ્રક્રિયા ઘણી લાંબી હતી. ફિલ્મના રાઇટ્‌સ મેળવવામાં લગભગ ૭-૮ વર્ષ લાગ્યાં.” ટોમ હેન્ક્‌સ અભિનીત હોલીવુડ ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’ એ ખૂબ જ લોકપ્રિય ફિલ્મ છે અને તેણે ઘણા પુરસ્કારો જીત્યા છે. ટોમ હેન્ક્‌સ આ ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેતાનો ઓસ્કાર જીતવા માટે પણ જાણીતા છે. આ ફિલ્મ કોઈપણની આંખો ભીની કરવા માટે પૂરતી છે. લાલ સિંહ ચઢ્ઢામાં આમિર ખાન અને કરીના કપૂર ખાન મુખ્ય ભૂમિકામાં છે. આ સિવાય નાગા ચૈતન્ય અને મોના સિંહ પણ ફિલ્મનો મહત્વનો ભાગ છે.આમિર ખાનની ખૂબ જ પ્રિય લાલ સિંહ ચઢ્ઢાનું ટ્રેલર રવિવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૨ (આઈપીએલ ૨૦૨૨)ની ફાઈનલ મેચ દરમિયાન અભિનેતા દ્વારા રિલીઝ કરવામાં આવ્યું હતું. જેના માટે લાલ સિંહ ચઢ્ઢાની આખી ટીમની ખૂબ પ્રશંસા થઈ રહી છે. લાલ સિંહ ચઢ્ઢામાં આમિર ખાનની સાથે કરીના કપૂર ખાન, મોના સિંહ અને નાગા ચૈતન્ય જેવા સ્ટાર્સ પણ જાેવા મળશે. જાે કે, શું તમે જાણો છો કે મરાઠી અભિનેતા અતુલ કુલકર્ણીએ લખેલી ફિલ્મ માટે આમિર ખાનને હા કહેતા કેટલો સમય લાગ્યો? જાે નહીં, તો તમને જણાવી દઈએ કે, આમિર ખાને ફિલ્મ માટે હા કહેવા માત્ર ૩૦ સેકન્ડનો સમય લીધો હતો. હા, તમે બરાબર વાંચ્યું છે.

Amir-Khan.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *