Maharashtra

લોકોને દુઃખમાં નહીં સુખીમાં સામેલ કરવા જાેઈએ ઃ કેતકી દવે

મુંબઈ
ટીવી શો ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી’ અને ફિલ્મ ‘આમદની અઠન્ની ખર્ચા રૂપિયા’ની ફેમસ એક્ટ્રેસ કેતકી દવેએ ખુલાસો કર્યો કે તે પોતાના પતિ એક્ટર રસિક દવેનાના નિધનના એક દિવસ પછી શૂટિંગ સેટ પર પરત ફરી હતી. તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં આ વિશે વાત કરતા કેતકી દવેએ જણાવ્યું કે તે પોતાની પર્સનલ લાઈફને પોતાના કામથી દૂર રાખવાનું પસંદ કરે છે. એક્ટ્રેસ કેતકી દવેના પતિ એક્ટર રસિક દવેની કિડની ખરાબ થઈ જવાના કારણે ૨૯ જુલાઈના રોજ નિધન થઈ ગયું હતું. તેઓ ૬૫ વર્ષના હતા. રસિક દવેએ ઘણી બધી હિન્દી ફિલ્મો અને ટીવી શોમાં કામ કર્યું હતું. તેમણે ‘સંસ્કાર ધરોહર અપનો કી’, ‘સીઆઈડી’, ‘કૃષ્ણા’, ‘મહાભારત’ જેવી ઘણી લોકપ્રિય ટીવી શોમાં કામ કર્યું છે. તેઓ મહાભારતના ‘નંદ’ના કેરેક્ટર માટે ફેમસ હતા. કેતકીએ જણાવ્યું કે, તે પોતાની પર્સનલ લાઈફને કામથી દૂર રાખવાનું પસંદ કરે છે. રિપોર્ટના અનુસાર, પતિ રસિકના નિધનના એક દિવસ પછી ૩૦ જુલાઈએ કેતકી કામ પર પરત ફરી હતી, તેણે વાતચીતમાં કહ્યું, હું નથી ઈચ્છતી કે લોકો મારા દુઃખનો ભાગ બને. લોકોને આપણી ખુશીમાં સામેલ કરવા જાેઈએ. હું તરત મારા કેરેક્ટરમાં આવી જઉં છું અને કેતકી દવેની પર્સનલ લાઈફ કેરેક્ટરમાં નથી આવતી. ગઈ કાલે સૂરતમાં શો હતો હું ત્યાં ગઈ હતી. વાતચીતમાં તેણે એ પણ જણાવ્યું કે, તે ક્યારે કેમ બ્રેક લેવા નથી માગતી. રિપોર્ટના અનુસાર, તેણે કહ્યું, જ્યારે મારી તબિયત ખરાબ હતી ત્યારે પણ મેં કામ કર્યું છે. એક પ્રોજેક્ટમાં મને સામેલ કરવામાં નથી આવતી તેમાં આખી ટીમ સામેલ હોય છે. શો પહેલાથી બુક હોય છે અને હું નથી ઈચ્છતી કે મારા કારણે કોઈને કોઈ સમસ્યા થાય. કેતકી અને રસિકના લગ્નને લગભગ ૪૦ વર્ષ થઈ ગયા છે. બંને ૨૦૦૬માં ‘નચ બલિયે’ શોમાં સાથે કામ કર્યું હતું. તેમને બે બાળકો છે રિદ્ધિ દવે અને એક દીકરો અભિષેક દવે. કેતકી પતિના નિધનથી ભાંગી ગઈ છે જાે કે તે કોઈની પણ સાથે પોતાનું દુઃખ શેર કરવા નથી માગતી.

File-01-Page-21.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *