મુંબઈ
સમીર વાનખેડે મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસને લઈને ખુબ ચર્ચમાં આવ્યા હતા. આ કેસમાં બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યનની ૩ ઓક્ટોબરના રોજ ધરપકડ કરવામાં આવી હતી. તમને જણાવવુ રહ્યુ કે, સમીર વાનખેડે, ૨૦૦૮ બેચના ભારતીય મહેસૂલ સેવા (ૈંઇજી) અધિકારી, નિવૃત્ત મહારાષ્ટ્ર પોલીસ અધિકારી દયાનદેવ વાનખેડેના પુત્ર છે. મુંબઈ ઝોનના ડિરેક્ટર સમીર વાનખેડેના સફરની વાત કરીએ તો તેણે ઓગસ્ટ ૨૦૨૦ થી ડિસેમ્બર ૨૦૨૦ સુધીમાં ૯૬ લોકોની ધરપકડ કરી અને ૨૮ કેસ નોંધ્યા હતા. ૨૦૨૧ માં તેઓએ ૨૩૪ લોકોની ધરપકડ કરી અને ૧૧૭ કેસ નોંધ્યા. દ્ગઝ્રમ્એ વધુમાં માહિતી આપી હતી કે સમીર વાનખેડેએ આશરે ૧૦૦૦ કરોડની કિંમતનું ૧૭૯૧ કિલોથી વધુ ડ્રગ્સ જપ્ત કર્યું હતું અને ૧૧ કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી હતી. સમીર વાનખેડે દ્ગઝ્રમ્ સાથે તેમના કાર્યકાળ પહેલા એર ઇન્ટેલિજન્સ યુનિટ (છૈંેં) ના ડેપ્યુટી કમિશનર અને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (દ્ગૈંછ) ના એડિશનલ એસપી તરીકે સેવા આપી હતી. બાદમાં તેમની કસ્ટમના આસિસ્ટન્ટ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી હતી અને મુંબઈ એરપોર્ટ પર પોસ્ટિંગ કરવામાં આવ્યું હતું.મુંબઈ એર ઈન્ટેલિજન્સ યુનિટ સાથે કામ કરતી વખતે, તેમણે કસ્ટમ્સથી બચતી અનેક હસ્તીઓની ધરપકડ કરી હતી દ્ગઝ્રમ્ માં જાેડાતાની સાથે જ તેણે ઓગસ્ટ ૨૦૨૦ સુશાંત સિંહ રાજપૂત ડ્રગ્સ કેસ પોતાના હાથમાં લઈને ૩૩થી વધુ લોકોની ધરપકડ કરી હતી. તેમને ૨૦૨૧ માં કામમાં શ્રેષ્ઠતા માટે ‘હોમ મિનિસ્ટર્સ મેડલ’ એનાયત કરવામાં આવ્યો હતો. અભિનેત્રી રિયા ચક્રવર્તીથી શરૂ કરીને અનેક બોલિવૂડ હસ્તીઓની આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના મુંબઈ ઝોનના ડિરેક્ટર સમીર વાનખેડેનો કાર્યકાળ આજે પૂરો થઈ રહ્યો છે. એનસીબીના જણાવ્યા અનુસાર, તેમણે આ મામલે એંક્સેન્શન માગ્યુ નથી. ઉલ્લેખનીય છે કે, વાનખેડેને અગાઉ સપ્ટેમ્બરમાં ચાર મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું.


