Maharashtra

વિકીના હાથમાંથી ‘ધ ઈમમોર્ટલ અશ્વત્થામા’ સરકી ગઈ?

મુંબઈ
ફિલ્મ ડાયરેક્ટર આદિત્ય ધાર અનેક વર્ષોથી ડ્રીમ પ્રોજેક્ટ ધ ઈમમોર્ટલ અશ્વત્થામા પર કામ કરી રહ્યા છે. ફિલ્મના પ્રોડક્શનમાં ખર્ચ કરવા માટે અગાઉ રોની સ્ક્રૂવાલા તૈયાર થઈ ગયા હતા અને કામ આગળ વધ્યુ હતું. જેના પગલે લીડ રોલ માટે વિકી કૌશલને ફાઈનલ કરાયો હતો. પ્રોજેક્ટમાં નક્કર પ્રગતિ થાય તે પહેલાં રોની સ્ક્રૂવાલાએ હાથ પાછા ખેંચી લીધા અને આદિત્ય ધારે નવા પ્રોડ્યુસર સાથે આ પ્રોજેક્ટને આગળ વધાર્યો. જાે કે નવા પ્રોડ્યુસરને આ ફિલ્મમાં લીડ રોલ માટે વિકી કૌશલને લેવાનું જાેખમી લાગે છે. ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઈક જેવી બ્લોક બસ્ટર ફિલ્મ આપનારા આદિત્ય ધાર અને વિકી કૌશલે ૧૧ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ સોશિયલ મીડિયા પર ધ ઈમમોર્ટલ અશ્વત્થામાની વાત પ્રથમ વખત કરી હતી. આ સાથે તેમણે ફિલ્મના ફર્સ્ટ લૂકનું પોસ્ટર પણ શેર કર્યું હતું. ફિલ્મનું પ્રોડક્શન આગળ વધી શક્યું નહીં અને રોની સ્ક્રૂવાલાએ પીછેહઠ કરી. આમ છતાં આદિત્ય ધારે હિંમત હાર્યા વગર પ્રયાસ ચાલુ રાખ્યા. જેના પગલે જિયો સ્ટુડિયોઝ આ ફિલ્મમાં ઈન્વેસ્ટ કરવા તૈયાર થયું. રિસેન્ટ રિપોર્ટ્‌સ, મુજબ, ફિલ્મના પ્રોડક્શનમાં રૂ.૨૨૫ કરોડનું બજેટ જિયો સ્ટુયોડિઝને વધારે લાગ્યું નથી. પરંતુ, વિકી કૌશલ સાથે ફિલ્મ બનાવવામાં જાેખમ જણાયું છે. ફીમેલ લીડ રોલ માટે સામંથાનું નામ પણ ફાઈનલ છે અને સામંથા સાથે પ્રોજેક્ટ આગળ વધારવા પ્રોડક્શન હાઉસ તૈયાર છે. વિકી કૌશલ પર કરોડો રૂપિયાનું જાેખમ લેવાનું યોગ્ય નહીં જણાતા અન્ય એક્ટરની શોધ ચાલી રહી છે. વળી, લીડ રોલમાં વિકી કૌશલને રાખવા માટે આદિત્ય ધાર મક્કમ રહે છે કે પછી અન્ય સ્ટાર સાથે ફિલ્મ બનાવવા તૈયાર છે તે પણ જાેવુ રહ્યું.

File-01-Page-30.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *