મુંબઈ
મુંબઈઃ બોલિવૂડના સુપર સ્ટાર શાહરુખ ખાનની ગણતરી મોટા કલાકારની સાથે-સાથે અમીર સ્ટાર્સમાં પણ થાય છે. હાલમાં જ શાહરુખ દુબઈમાં એક એવોર્ડ શોમાં પોતાની હાજરી આપવા ગયો હતો. ત્યાં તેણે પોતાના ખાસ અંદાજમાં તમામ લોકોનું દિલ જીતી લીધુ હતું. પરંતુ દુબઈથી પાછા આવતા સમયે તેને મુંબઈ એરપોર્ટ પર રોકવામાં આવ્યો હતો. અડધી રાત્રે શાહરુખ જ્યારે પોતાની ટીમ સાથે મુંબઈ એરપોર્ટ પહોંચ્યો તો તેની સાથે પુછપરછ કરવામાં આવી હતી. સમગ્ર બાબતની વાત કરીએ તો, શાહરુખ ખાન અને તેની મેનેજર પૂજા દદલાનીને કસ્ટમ ઓફિસર્સે એરપોર્ટ પર રોકીને તેમની સાથે એક કલાક સુધી પુછપરછ કરી હતી. મળતી માહિતી મુજબ સુપરસ્ટારની પાસે મોંઘી ઘડિયાળના કવર હતાં, જેની કિંમત ૧૮ લાખ રુપિયા હતી. જેના માટે તેને ૬.૮૩ લાખ કસ્ટમ ડ્યૂટી ભરવી પડી. માનવામાં આવી રહ્યુ છે કે, શાહરુખ ખાન પ્રાઇવેટ ચાર્ટર્ડ પ્લેનથી આવ્યો હતો. જ્યારબાદ એક્ટરને ્૩ ટર્મિનલ પર રોકવામાં આવ્યો હતો. જાેકે, પુછપરછ બાદ શાહરુખ ખાને કસ્ટમ અધિકારીઓન સંપૂર્ણ રીતે સહયોગ આપ્યો અને એજન્સીઓને કસ્ટમ ડ્યૂટી ભરી. સવારે ૫ વાગ્યે પેનલ્ટીની રીતે કસ્ટમ ડ્યૂટૂ ભરવામાં આવી હતી. જ્યારબાદ કિંગ ખાન અને તેની મેનેજરને જવાની પરમિશન આપવામાં આવી હતી. જણાવી દઈએ કે, શાહરુખ ખાન પોતાની ટીમની સાથે પ્રાઇવેટ ચાર્ટરથી દુબઈમાં એક ઈવેન્ટમાં સામેલ થવા પહોંચ્યા હતાં. જ્યારે તે પ્રાઇવેટ ચાર્ટર પ્લેન સાથે પાછા ફર્યા તો તેને ચેકિંગ માટે રોકી દેવામાં આવ્યા હતાં. તે દરમિયાન કસ્ટમ અધિકારીઓને શાહરુખ ખાન અને તેની ટીમની બેગમાં લાખો રુપિયાની ઘડિયાળ મળી હતી. જેના પછી એક્શન લેતા કસ્ટમે તમામને રોકી દીધા અને બેગની તપાસ કરવામાં આવી હતી. કસ્ટમ ઓફિસરે જ્યારે તપાસ કરી તો મોંઘી ઘડિયાળો જેવી કે મ્ટ્ઠહ્વેહ શ્ ઢેહ્વિા, ઇર્ઙ્મીટ ઘડિયાળના ૬ ડબ્બા જીॅૈિૈં અને એપલ સિરીઝની ઘડિયાળ મળી હતી. માનવામાં આવી રહ્યુ છે કે, જ્યારે ઘડિયાળનું એવૈલ્યૂએશન કરવામાં આવ્યુ તો તમામ ઘડિયાળ પર ૧૭ લાખ ૫૬ હજાર ૫૦૦ રુપિયાની કસ્ટમ ડ્યુટી થતી હતી.


