Maharashtra

શિવસેનાના સંજય રાઉતને ૨૨ ઓગસ્ટ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં

મુંબઈ
શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતને ૨૨ ઓગસ્ટ સુધી જ્યુડિશિલ કસ્ટડીમાં મોકલી દેવાયા છે. જાે કે કોર્ટે થોડું નરમ વલણ દાખવતા તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં પણ દવાઓ અને ઘરના ભોજન માટે મંજૂરી આપી છે. સંજય રાઉતના વકીલે કોર્ટમાં દસ્તાવેજાે રજૂ કર્યા હતા. જેમાં સાંસદના સ્વાસ્થ્ય સંબંધિત દસ્તાવેજ પણ હતા. જેના આધાર પર શિવસેના નેતાને ઘરના ભોજન અને દવાની મંજૂરી આપવામાં આવી છે. કોર્ટે આર્થર રોડ જેલના સુપ્રીટેન્ડેન્ટને સંજય રાઉતના સ્વાસ્થ્ય અંગે જાણકારી આપવાનું કહ્યું છે જેથી કરીને તેમના માટે વ્યવસ્થા થઈ શકે. કોર્ટના આગામી આદેશસુધી સંજય રાઉતને ઘરનું ભોજન અને દવાઓ આપવામાં આવશે. અત્રે જણાવવાનું કે ગત સુનાવણી દરમિયાન ઈડીએ તેમની રિમાન્ડ વધારવાની માંગણી કરી હતી. જેને કોર્ટે સ્વીકારી અને રિમાન્ડ આઠ ઓગસ્ટ સુધી વધારી હતી. કેસની સુનાવણી કરતા જજે સંજય રાઉતને પૂછ્યું હતું કે તમને કોઈ સમસ્યા છે? જેના પર સાંસદે કહ્યું કે જ્યાં તેમને કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે ત્યાં વેન્ટિલેશન નથી. જેના પર કોર્ટે પોલીસને તલબ કરી હતી. નોંધનીય છે કે કેન્દ્રીય એજન્સીએ પરા વિસ્તાર ગોરેગાંવમાં પાત્રા ચાલના પુર્નવિકાસમાં કથિત નાણાકીય ગડબડીઓ અને તેમની પત્ની તથા કથિત સાથીઓની સંપત્તિ સંલગ્ન નાણાકીય લેવડદેવડ મામલે રાઉતની ધરપકડ કરી હતી.

File-01-Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *