Maharashtra

શું ખરેખર આટલા બધા સ્ટાર્સ ‘મેગા બ્લોકબસ્ટર’ જાેવા મળશે?..

મુંબઈ
કપિલ શર્મા એક્ટ્રેસ દીપિકા પાદુકોણનો કેટલો મોટો ફેન છે એ વાત કોઈનાથી છૂપી નથી. કપિલ ઘણી વખત ઉલ્લેખ કરી ચૂક્યો છે કે તે દીપિકાની સાથે સ્ક્રિન પર એકસાથે જાેવા માગે છે. હવે એવું લાગે છે કે કપિલ શર્માની ઈચ્છા પૂરી થઈ ગઈ છે. કપિલ શર્મા અને દીપિકા પાદુકોણ બંને એક પોસ્ટર જારી કરી પોતાને ‘મેગા બ્લોકબસ્ટર’ નામના એક પ્રોજેક્ટની જાહેરાત કરી છે. માત્ર આ બંને જ નહીં પરંતુ રશ્મિકા મંદાના અને તૃક્ષ્ણા કૃણા જેવા સ્ટાર્સ પણ પોતાના પોસ્ટર રિલીઝ કરી ચૂક્યા છે. આ પોસ્ટર્સને જાેઈ ફેન્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે કે આખરે આ કયો પ્રોજેક્ટ છે, જેમાં આટલા બધા સ્ટાર જાેવા મળી રહ્યા છે. શુક્રવારે દીપિકાએ સો.મીડિયામાં પોસ્ટર શૅર કરીને ચાહકોને ‘સરપ્રાઇઝ’ કર્યા હતા. દીપિકા પિંક સૂટમાં જાેવા મળી હતી. ઉલ્લેખનીય છે કે કપિલની ફેવરિટ એક્ટ્રેસ દીપિકા છે. કપિલ પોતાના કોમેડી શોમાં દીપિકા સાથે ફ્લર્ટ કરવાની એક તક છોડતો નથી. જાે આ બધા પોસ્ટર્સને જાેઈને લાગી રહ્યું છે કે આ કોઈ બ્રાન્ડની જાહેરાતની સ્ટ્રેટજી છે પરંતુ કોઈપણ સત્તાવાર જાણકારી હજી સુધી સામે નથી આવી. રશ્મિકા મંદાના તથા કપિલ શર્માએ પણ આ પ્રોજેક્ટમાં પોતાનો લુક શૅર કર્યો હતો. રશ્મિકા હાથ જાેડતી જાેવા મળી હતી. કપિલ જૂના ફિલ્મી હીરોના લુકમાં જાેવા મળ્યો હતો. તેણે કલરફુલ કપડાં પહેર્યા હતા. તૃષા કૃષ્ણન તથા કાર્થી પણ આ પ્રોજેક્ટનો હિસ્સો હશે. ઇન્ડિયન ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા તથા પૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલી પણ આ પ્રોજેક્ટમાં જાેવા મળશે. ચાર સપ્ટેમ્બરે આ પ્રોજેક્ટનું ટ્રેલર રિલીઝ કરવામાં આવશે. સ્ટાર્સના આ પોસ્ટરોને જાેઈ ફેન્સ પણ કન્ફ્યુઝ અને એક્સાઈટેડ થઈ ગયા છે. હવે તે ૪ સપ્ટેમ્બરે જ ખબર પડશે કે આખરે આ ‘મેગા બ્લોકબસ્ટર’ શું છે.

File-01-Page-29-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *