Maharashtra

સલમાન ખાનની ફિલ્મ ભાઈજાનમાં સિદ્ધાર્થ નિગમ જાેવા મળશે !

મુંબઈ
અનેક ટેલિવિઝન શોમાં તેની અદાકારી અને પર્સનાલિટીથી એક આગવી છાપ છોડનાર એક્ટર સિદ્ધાર્થ નિગમ આજકાલ ખૂબ જ ખુશ છે. તે સલમાન ખાનની આવનારી બહુચર્ચિત ફિલ્મ ‘ ભાઈજાન’ નો હિસ્સો બન્યો છે. આમ તો, સિદ્ધાર્થ અગાઉ અનેક ફિલ્મોનો ભાગ બની ચૂક્યો છે. ‘ધૂમ ૩’થી ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર આ એક્ટરે યંગ આમિરનો રોલ પ્લે કર્યો હતો અને ત્યારબાદ, ફિલ્મ ‘મુન્ના માઈકલ’માં યંગ ટાઈગર શ્રોફના રોલમાં પણ નજર આવ્યો હતો. સિદ્ધાર્થે ત્યારબાદ, ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કરવાનું બંધ કરી દીધું હતું. આ અંગે સિદ્ધાર્થે કહ્યું હતું કે, મારે એક કેટેગરીમાં સેટ થઈનેમારું કરિયર બગાડવું ન હતું અને આ કારણે જ મેં બ્રેક લીધો હતો. મને ‘જુડવા ૨’ માં યંગ વરુણ ધવનનું કિરદાર પણ ઓફર થયું હતું પણ મેં તેને ના પાડી દીધી હતી કારણ કે, હું હવે આગળ વધવા ઈચ્છું છું અને હું પણ મોટા થઈ રહ્યો છે. ઈન્ડસ્ટ્રીમાં આગળ વધવાના બીજા ઘણા બધા રસ્તા મારી પાસે છે. બિગ બજેટ ફિલ્મ ‘ભાઈજાન’માં સલમાન સાથે સ્ક્રીન શેર કરવાના ચાન્સ પર આ યંગ એક્ટરે કહ્યું હતું કે, હું ખૂબ જ લકી છું કે મને તેમની સાથે સ્ક્રીન શેર કરવા મળી છે. આ મારા કરિયર માટે ઘણી મોટી અને સ્પેશિયલ ઘટના છે. હું આશા રાખું છું કે, ઓડિયન્સને પણ તે પસંદ આવશે અને બધું સારી રીતે પાર પડશે. આ સાથે જ મને શહેનાઝ ગિલ સાથે કામ કરવામાં ખૂબ જ મજા આવી છે. અમે સેટ પર ક્યારેય સિરિયસ રહ્યા જ નથી અને હંમેશા મસ્તી કરતા હતા. શેહનાઝનું મારા કરતા મારી મમ્મી સાથે વધારે બને છે. સિદ્ધાર્થના ટેલિવૂડ પ્રોજેક્ટ્‌સની વાત કરીએ તો, તે ‘મહાકુંભઃ એક રહસ્ય’, ‘એક કહાની યંગ રુદ્ર’, ‘ચક્રવર્તી અશોક સમ્રાટ પ્રિન્સ અશોકા’, ‘ઝલક દિખાજા સિઝન ૯’, ‘પેશ્વા બાજીરાવ’, ‘ચંદ્ર-નંદિનીઃ ક્રાઉન પ્રિન્સ બિંદુસાર’, ‘અલાદ્દીનઃ નામ તો સુના હોગા’, ‘હિરોઃ ગાયબ મોડ ઓન’ જેવા ડેઈલી સોપમાં નજર આવી ચૂક્યો છે. આ યંગ ટેલેન્ટેડ એક્ટરને ‘ચક્રવર્તી અશોક સમ્રાટ પ્રિન્સ અશોકા’ માં તેણે પ્લે કરેલા યુવા અશોકના કિરદારથી ખૂબ જ પ્રસિદ્ધિ મળી હતી અને ત્યારથી જ તેને ઓડિયન્સ દ્વારા ભવિષ્યના મોટા સ્ટાર તરીકે જાેવામાં આવતો હતો.

File-01-Page-30.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *