મુંબઈ
સલમાન ખાન અને રિતેશ દેશમુખ સારા મિત્રો છે. બંને ઘણીવાર એકબીજા સાથે પાર્ટીઓમાં જાેવા મળે છે. સલમાન કેેટલો સારો દોસ્ત છેેે તે તેને સાબીત કરવાની જરુર રહેતી નથી, પરંંતુ ક્યારેેક તે તેના મિત્રોને ખૂબજ મોટી સરપ્રાઈઝ આપી દેતો છે જેમાં તેણે રિતેશ દેશમુખના બર્થ ડે પર પોતાના ઈન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કરીને રિતેશને બર્થ ડેની શુભકામનાઓ પાઠવી છે. જેમાં સલમાન અને રિતેશ સાથે ડાન્સ કરતા જાેવા મળી રહ્યાં છે. તમને જણાવી દઈએ કેે, રિતેશ દેશમુખના જન્મદિવસ પર સલમાને તેને અલગ રીતે શુભેચ્છા પાઠવી છે. જેમાં તેણે તેની અને રિતેશની અપકમીંગ ફિલ્મ ‘વેડ’ના નવા ગીત ‘વેડ લવલાય’ની જાહેરાત કરી છે. સલમાન ખાને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કરીને ગીતની ઝલક રજૂ કરી છે. આમાં તે રિતેશ સાથે મસ્તીમાં ડાન્સ કરતો જાેવા મળી રહ્યો છે. આ સાથે સલમાને લખ્યું, ‘ભાઉ ચા બર્થડે આહે, ગિફ્ટ તો બનતા હૈ.’ જાેકે, સલમાને શેર કરેલા ગીતમાં સલમાન અને રિતેશની કેમેસ્ટ્રી ખૂબ જ સારી લાગી રહી છે અને ફેેન્સને પણ તેને પસંદ કરી રહ્યાં છે. સલમાનની સ્ટાઈલ હંમેશા અલગ હોય છે, જે તેના ફેન્સને ગમે છે. આ જ કારણ છે કે રિતેશ પોતાની ફિલ્મમાં સલમાનને સ્પેશિયલ અપિયરન્સમાં લીધો છે. સલમાને ફિલ્મ ‘વેડ’ના ગીત ‘વેડ લાવલય’ની ઝલક બતાવી હતી. આમાં તે રિતેશ સાથે અનોખા અંદાજમાં ચીયર કરતો જાેવા મળે છે. જણાવી દઈએ કે સલમાન જલ્દી જ ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી જાન’માં જાેવા મળશે. બીજી તરફ ‘વેડ’માં લાંબા સમય બાદ જેનેલિયા અને રિતેશ ફરી એકવાર મોટા પડદા પર સાથે જાેવા મળશે.


