Maharashtra

સાઉથના મેગાસ્ટાર ચિરંજીવીની ફિલ્મ ગોડ ફાધરનું ટીઝર રિલીઝ થયું

મુંબઈ
સાઉથ ફિલ્મોનાં મેગાસ્ટાર ચિરંજીવીની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ગોડ ફાધર’નું ટીઝર રિલીઝ થઇ ગયું છે. ટીઝર રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર તે વાયરલ થઇ ગયું છે. ટીઝરમાં જ બોલિવૂડનાં ‘સુલતાન’ સલમાન ખાનની ધાંસૂ એન્ટ્રી જાેઇ ફેન્સ એક્સાઇટેડ થઇ રહ્યાં છે. ફિલ્મનાં ટીઝમાં સલમાન ખાનનો પણ મહત્વનો રોલ છે. જે જાેઇને માલૂમ થઇ જાય છે કે, ફિલ્મમાં પણ તે મુખ્ય ભૂમિકામાં હશે. ટીઝર મુજબ, ફિલ્મમાં ચિરંજીવી ગોડ ફાધરનાં રૂપમાં નજર આવે છે. એક મિનિટ ૩૩ સેકેન્ડનાં ટીઝરને ફેન્સે ખુબજ પસંદ કર્યું છે. ચિરંજીવીની આ ફિલ્મ ‘લુસિફર’ ની રીમેક છે. એક્ટર મોહનલાલ ‘લ્યુસિફર’માં મુખ્ય ભૂમિકામાં હતા, જે મલયાલમમાં હતી અને હવે તેલુગુમાં ‘ગોડ ફાધર’ બની રહી છે. ફિલ્મ ‘ગોડ ફાધર’ કન્નડ, તમિલ અને હિન્દીમાં રિલીઝ થશે. આમાં સલમાન ખાન અને બ્રિટની સાથે એક ખાસ ગીત પણ કરવામાં આવશે. ફિલ્મ ‘લ્યુસિફર’માં પણ પૃથ્વીરાજે મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેણે તેનું દિગ્દર્શન પણ કર્યું હતું અને હવે આ ફિલ્મમાં સલમાન ખાન પણ આ જ ભૂમિકામાં જાેવા મળશે. આ માટે પહેલા રામ ચરણ અને અલ્લુ અર્જુન જેવા સ્ટાર્સના નામ સામે આવી રહ્યા હતા, પરંતુ બાદમાં તેને સલમાન ખાન સાથે ફાઈનલ કરવામાં આવ્યું હતું. આમાં, ભાઈજાન માટે એક ગીતના પાત્રની લંબાઈ થોડી વધારી દેવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર આ ફિલ્મમાં ઘણા ફેરફાર અને એડિશન કરવામાં આવ્યા છે. આ સિવાય રિપોર્ટ્‌સમાં કહેવામાં આવી રહ્યું છે કે માધવન ચિરંજીવીની ‘ગોડ ફાધર’માં વિવેક ઓબેરોયની ભૂમિકા ભજવશે. નયનતારા નાની બહેનની ભૂમિકા ભજવી રહી છે અને સત્યદેવ તેમાં મહત્વની ભૂમિકામાં જાેવા મળશે.

File-01-Page-29-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *