Maharashtra

સોનાના (1 કિ.ગ્રા.) ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.4,637.61 કરોડનું રેકોર્ડ ટર્નઓવર નોંધાયું

સોના-ચાંદીના વાયદાના ભાવમાં સાર્વત્રિક નરમાઈનો માહોલઃ ક્રૂડ તેલમાં રૂ.123નો ઉછાળોઃ કોટનના વાયદામાં સેંકડા ઘટ્યાઃ રબરમાં સુધારોઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.9039 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.3452 કરોડનું ટર્નઓવર : ઈન્ડેક્સ વાયદાઓમાં રૂ.90 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 1,34,120 સોદાઓમાં કુલ રૂ.12,581.47 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.9039.17 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.3452.1 કરોડનો હતો.

દરમિયાન, 24 મેને મંગળવારના રોજ પૂરા સત્રના અંતે સોનાના (1 કિ.ગ્રા.) ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.4,637.61 કરોડનું રેકોર્ડ (એલઈએસના સમયગાળા બાદથી) નોશનલ ટર્નઓવર નોંધાયું હતું, જે ઓપ્શન્સમાં વધતી સહભાગીતાને દર્શાવે છે.

25 મેને બુધવારના રોજ સાંજે પાંચ  વાગ્યા સુધીમાં કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 66,598 સોદાઓમાં કુલ રૂ.4,152.40 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.51,109ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.51,132 અને નીચામાં રૂ.50,906 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.210 ઘટી રૂ.50,947ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.95 ઘટી રૂ.40,690 અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.29 ઘટી રૂ.5,065ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.51,100ના ભાવે ખૂલી, રૂ.207 ઘટી રૂ.50,939ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.61,996ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.62,070 અને નીચામાં રૂ.61,283 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.597 ઘટી રૂ.61,379 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.564 ઘટી રૂ.61,714 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.563 ઘટી રૂ.61,720 બોલાઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 28,565 સોદાઓમાં કુલ રૂ.2,896.15 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જૂન વાયદો સત્રની શરૂઆતમાં રૂ.8,606ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.8,670 અને નીચામાં રૂ.8,558 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.123 વધી રૂ.8,635 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ મે વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.9.80 વધી રૂ.692.10 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 1,325 સોદાઓમાં રૂ.174.27 કરોડનાં કામકાજ થયા હતા. કોટન મે વાયદો 1 ગાંસડીદીઠ રૂ.47,850ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.47,900 અને નીચામાં રૂ.47,290 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.220 ઘટી રૂ.47,850ના સ્તરે પહોંચ્યો હતો. રબર મે કોન્ટ્રેક્ટ 100 કિલોદીઠ રૂ.17,852ના ભાવે ખૂલી, રૂ.52 વધી રૂ.17852 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં મે કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2.40 વધી રૂ.1029.90 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2,269.33 કરોડનાં 4,445.885 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.1,883.07 કરોડનાં 304.479 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.1,110.45 કરોડનાં 12,89,300 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.1,786 કરોડનાં 25880000 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં રૂ.154.04 કરોડનાં 32550 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.20.21 કરોડનાં 188.64 ટન, રબરના વાયદાઓમાં રૂ.0.02 કરોડનાં 1 ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 16,813.193 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 748.757 ટન, ક્રૂડ તેલમાં 789000 બેરલ અને નેચરલ ગેસમાં 12062500 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 96100 ગાંસડી, મેન્થા તેલમાં 547.2 ટન, રબરમાં 5 ટન ના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.90.20 કરોડનાં 1,244 લોટ્સ ના વેપાર થયા હતા. બુલડેક્સ મે વાયદો 14,569ના સ્તરે ખૂલી, 81 પોઈન્ટ ઘટી 14,464ના સ્તરે હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.3,452.10 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.931.59 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.26.62 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2,268.39 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.224.92 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ.93.30 કરોડનું થયું હતું. સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ જૂન રૂ.8,600ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.445.60 ખૂલી, ઊપરમાં રૂ.490 અને નીચામાં રૂ.397.90 રહી, અંતે રૂ.51.70 વધી રૂ.435.20 થયો હતો. જ્યારે સોનું મે રૂ.52,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.2 ખૂલી, ઊપરમાં રૂ.4 અને નીચામાં રૂ.0.50 રહી, અંતે રૂ.5.50 ઘટી રૂ.1 થયો હતો. સોનું-મિની મે રૂ.52,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.2 ખૂલી, ઊપરમાં રૂ.5 અને નીચામાં રૂ.0.50 રહી, અંતે રૂ.5.50 ઘટી રૂ.1.50 થયો હતો. નેચરલ ગેસ જૂન રૂ.700ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.69.90 ખૂલી, ઊપરમાં રૂ.71.30 અને નીચામાં રૂ.62 રહી, અંતે રૂ.5.10 વધી રૂ.69.40 થયો હતો. ચાંદી જૂન રૂ.62,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,593.50 ખૂલી, ઊપરમાં રૂ.1,593.50 અને નીચામાં રૂ.1,400 રહી, અંતે રૂ.298 ઘટી રૂ.1,440 થયો હતો.

આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ જૂન રૂ.8,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.363 ખૂલી, ઊપરમાં રૂ.388 અને નીચામાં રૂ.338 રહી, અંતે રૂ.66.40 ઘટી રૂ.352.90 થયો હતો. જ્યારે સોનું મે રૂ.51,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.39.50 ખૂલી, ઊપરમાં રૂ.119.50 અને નીચામાં રૂ.33 રહી, અંતે રૂ.58 વધી રૂ.98.50 થયો હતો. નેચરલ ગેસ જૂન રૂ.650ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.49.45 ખૂલી, ઊપરમાં રૂ.53.40 અને નીચામાં રૂ.47.10 રહી, અંતે રૂ.3.55 ઘટી રૂ.48.35 થયો હતો. સોનું-મિની મે રૂ.51,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.45.50 ખૂલી, ઊપરમાં રૂ.124 અને નીચામાં રૂ.40 રહી, અંતે રૂ.45.50 વધી રૂ.118.50 થયો હતો. ચાંદી જૂન રૂ.60,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.840 ખૂલી, ઊપરમાં રૂ.1,010.50 અને નીચામાં રૂ.830 રહી, અંતે રૂ.98.50 વધી રૂ.950 થયો હતો.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *