Maharashtra

સોનાનો વાયદો રૂ.1,122ના ઉછાળા સાથે ઊંચામાં રૂ.52 હજારને પાર

 

ચાંદી રૂ.359 ડાઊનઃ કોટનનો વાયદો રૂ.1,040 ગબડ્યોઃ નેચરલ ગેસ, મેન્થા તેલમાં સુધારોઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.17979 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.7478 કરોડનું ટર્નઓવર : ઈન્ડેક્સ વાયદાઓમાં રૂ.125 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 275,084 સોદાઓમાં કુલ રૂ.25,581.93 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.17979.05 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.7478.34 કરોડનો હતો.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 165,372 સોદાઓમાં કુલ રૂ.13,103.02 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.51,000ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.52,032 અને નીચામાં રૂ.50,727 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.1,122 વધી રૂ.51,639ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.552 વધી રૂ.41,070 અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.80 વધી રૂ.5,128ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જુલાઈ વાયદો 10 ગ્રામદીઠ રૂ.51,520ના ભાવે ખૂલી, રૂ.1,069 વધી રૂ.51,788ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.58,418ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,000 અને નીચામાં રૂ.57,808 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.359 ઘટી રૂ.57,971 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.781 ઘટી રૂ.58,506 અને ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.767 ઘટી રૂ.58,528 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 15,340 સોદાઓમાં રૂ.2,379.57 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ જુલાઈ વાયદો 1 કિલોદીઠ રૂ.2.60 ઘટી રૂ.206.20 અને જસત જુલાઈ વાયદો રૂ.11.35 ઘટી રૂ.276ના ભાવ થયા હતા. આ સામે તાંબુ જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.19.45 ઘટી રૂ.674.70 તેમ જ સીસું જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.15 ઘટી રૂ.174ના ભાવ થયા હતા.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 30,720 સોદાઓમાં કુલ રૂ.2,436.16 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.8,387ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.8,565 અને નીચામાં રૂ.8,278 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.141 વધી રૂ.8,528 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જુલાઈ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.3.10 વધી રૂ.450.80 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 571 સોદાઓમાં રૂ.60.30 કરોડનાં કામકાજ થયા હતા. કોટન જુલાઈ વાયદો 1 ગાંસડીદીઠ રૂ.42,330ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.42,770 અને નીચામાં રૂ.41,120 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.1,040 ઘટી રૂ.41,690ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં જુલાઈ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.9.70 વધી રૂ.1023.10 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.7,439.59 કરોડનાં 14,422.763 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.5,663.43 કરોડનાં 961.229 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.1,353.37 કરોડનાં 1,608,900 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.1,083 કરોડનાં 23976250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં રૂ.54.02 કરોડનાં 12925 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.6.28 કરોડનાં 61.56 ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 17,534.977 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 1,012.157 ટન, ક્રૂડ તેલમાં 525900 બેરલ અને નેચરલ ગેસમાં 8387500 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 42000 ગાંસડી, મેન્થા તેલમાં 562.32 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.124.54 કરોડનાં 1,733 લોટ્સ ના વેપાર થયા હતા. બુલડેક્સ જુલાઈ વાયદો 14,213ના સ્તરે ખૂલી, 177 પોઈન્ટ વધી 14,350ના સ્તરે હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.7,478.34 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,580.48 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.85.57 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.4,884.16 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.927.41 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ.190.88 કરોડનું થયું હતું.

સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ જુલાઈ રૂ.9,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.157.90 ખૂલી, ઊપરમાં રૂ.206 અને નીચામાં રૂ.130.30 રહી, અંતે રૂ.38.50 વધી રૂ.196.50 થયો હતો. જ્યારે સોનું જુલાઈ રૂ.52,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.350 ખૂલી, ઊપરમાં રૂ.1,000 અને નીચામાં રૂ.325 રહી, અંતે રૂ.329 વધી રૂ.561.50 થયો હતો. નેચરલ ગેસ જુલાઈ રૂ.500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.18.20 ખૂલી, ઊપરમાં રૂ.20.30 અને નીચામાં રૂ.17.35 રહી, અંતે રૂ.1.90 વધી રૂ.19.35 થયો હતો. ચાંદી ઓગસ્ટ રૂ.60,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,440 ખૂલી, ઊપરમાં રૂ.1,820 અને નીચામાં રૂ.1,415 રહી, અંતે રૂ.196 ઘટી રૂ.1,452.50 થયો હતો. સોનું-મિની જુલાઈ રૂ.51,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.605 ખૂલી, ઊપરમાં રૂ.1,319 અને નીચામાં રૂ.605 રહી, અંતે રૂ.627 વધી રૂ.1,181.50 થયો હતો.

આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ જુલાઈ રૂ.8,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.233.80 ખૂલી, ઊપરમાં રૂ.257 અને નીચામાં રૂ.171.30 રહી, અંતે રૂ.39.90 ઘટી રૂ.178.90 થયો હતો. જ્યારે સોનું જુલાઈ રૂ.51,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.675 ખૂલી, ઊપરમાં રૂ.675 અને નીચામાં રૂ.400 રહી, અંતે રૂ.459.50 ઘટી રૂ.486 થયો હતો. નેચરલ ગેસ જુલાઈ રૂ.450ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.32 ખૂલી, ઊપરમાં રૂ.38 અને નીચામાં રૂ.32 રહી, અંતે રૂ.0.45 વધી રૂ.35.70 થયો હતો. સોનું-મિની જુલાઈ રૂ.51,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.700 ખૂલી, ઊપરમાં રૂ.1,079 અને નીચામાં રૂ.380 રહી, અંતે રૂ.349.50 ઘટી રૂ.490 થયો હતો. ચાંદી-મિની ઓગસ્ટ રૂ.59,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,100 ખૂલી, ઊપરમાં રૂ.2,250 અને નીચામાં રૂ.1,100 રહી, અંતે રૂ.546.50 વધી રૂ.2,222 થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *